SURAT

સુરતમાં VR મોલ સામેના બસ સ્ટેન્ડમાં લાલ બસ ઘુસી ગઈ: ચાર પેસેન્જરને ઈજા

સુરત: સુરતમાં (Surat) દોડતી બસના (City Bus) અવારનવાર અકસ્માત થતા રહે છે. આજે શનિવારે સવારે આવો જ એક અકસ્માત (Bus Accident) મગદલ્લા ચોક્ડી પાસે થયો હતો. બેફામ રીતે હંકારી ડ્રાઈવર બસને બસ સ્ટેન્ડમાં લઈ ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં ચાર પેસેન્જર (Passanger) ઘવાયા હોવાની માહિતી સાંપડી છે.

  • ઓવરટેક કરવાના ચક્કરમાં ડ્રાઈવરે અકસ્માત કર્યો: મુસાફરો ઉછળીને બસના પાઈપ સાથે ટકરાયા
  • વીઆર મોલ સામેના સિટી લિંંક બસ સ્ટેન્ડને ભારે નુકશાન થયું
  • ઇજાગ્રસ્ત ચાર પૈકી બે ને સારવાર માટે 108ની મદદથી સિવિલ લવાયા
  • અકસ્માત બાદ ડ્રાઈવરની ઉદ્ધતાઈ: પેસેન્જરોને કહ્યું, હું કાંઈ દારૂ પીને બસ થોડી હાંકતો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર આજે શનિવારે સવારે સુરત મગદલ્લા VR મોલ BRTS બસ સ્ટેન્ડમાં લાલ બસ ઘુસી જતા ભાગદોડ મચી ગઈ હતી. વહેલી સવારે બનેલી આ દુર્ઘટનામાં બસમાં મુસાફરી કરતા ચાર ઘવાયા હતા. ચાર પૈકી બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. લાલબસના ચાલકે ઓવર ટેક કર્યા બાદ કાબુ ગુમાવતા બસ BRTS બસ સ્ટેન્ડમાં ઘુસી ગઈ હતી. એટલું જ નહીં પણ બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ હવામાં ઉછળ્યા હોવાનું ઇજાગ્રસ્ત મુસાફર પાસેથી જાણવા મળ્યું હતું.

ઈજાગ્રસ્ત મુસાફરો

ઈજાગ્રસ્ત પેસેન્જર દિપક બહાદુર ચૌહાણ (ઉં.વ. 34) એ જણાવ્યું હતું કે તેઓ ઇચ્છાપોર ડાયમંડ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. સવારે નોકરી પર જવા લાલ બસમાં બેઠા હતા. અન્ય લાલ બસને ઓવર ટેક કરવાના ચક્કરમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને મુસાફરો ભરેલી બસ VR મોલ BRTS બસ સ્ટેન્ડમાં ઘુસાડી દીધી હતી. જેમાં બસમાં સવાર ચાર મુસાફરો હવામાં ઉછળી ને બસની અંદરના પાઈપ સાથે અથડાયા બાદ ઘવાયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના ને લઈ ભાગદોડ મચી ગઇ હતી. બસ ચાલક બસમાંથી ઉતરીને રોડની સાઈડ પર ઉભા રહી ફોન પર વાત કરવા લાગ્યો હતો. ઇજાગ્રસ્તો એ પૂછતાં બસના ચાલકે એવું કહ્યું હું કાંઈ દારૂ પી ને ગાડી થોડી હાંકતો હતો ત્યારબાદ 108 આવી જતા ઇજાગ્રસ્ત ચાર પૈકી બે ને સારવાર માટે સિવિલ રવાના કરી દેવાયા હતા. જોકે આ દુર્ઘટનામાં સિટી લિંંક બસ સ્ટેન્ડને ભારે નુકશાન થયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત કાનીયા બ્રિજલાલ વિશ્વકર્મા હોવાનું સામે આવ્યું હતું.

Most Popular

To Top