Business

જાણી લો રેશનકાર્ડના નિયમો નહીં તો થશે કાર્યવાહી

જો તમારી પાસે મકાન, ફોર વ્હીલર (Four Wheeler) હોય અને છતાંય તમે રેશનકાર્ડનો (Ration Card) લાભ લઈ રહ્યા છો તો તમારે માટે રેશનકાર્ડના નિયમ જાણવા જરૂરી છે. દેશભરમાં લગભગ 15 કરોડ રેશનકાર્ડ ધારકો છે. જો તમે પણ આ 15 કરોડ લોકોમાંથી એક છો તો તમારે આ રેશનકાર્ડ ધારક સાથે જોડાયેલા આ સમાચાર જરૂર વાંચવા જરૂરી છે. ગરીબો માટે મફત રાશન યોજના સરકાર દ્વારા વર્ષ 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રની આ યોજના સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે. જોકે સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર (Government) તેને આગળ લઈ જવા પર વિચાર કરી રહી છે.

બદલાતા રહે છે રેશનકાર્ડના નિયમો
તાજેતરમાં સરકારને એવી માહિતી પણ મળી છે કે અયોગ્ય લોકો પણ ‘ફ્રી રાશન સ્કીમ’નો લાભ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર સમયાંતરે રાશન કાર્ડ ધારકોને લગતા નિયમોમાં ફેરફાર કરતી રહે છે. તાજેતરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર અયોગ્ય લોકોને રાશન કાર્ડ સરેન્ડર કરવાની અપીલ કરી રહી છે. અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે લોકો રેશનકાર્ડ સરેન્ડર નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ અહેવાલો પર યુપી સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.

આ કારણે થઈ શકે છે કાર્યવાહી
જો કે દરેક કાર્ડ ધારક રેશનકાર્ડ સંબંધિત નિયમોથી વાકેફ હોય તે જરૂરી છે. જો તમે ખોટું રેશન કાર્ડ બનાવ્યું છે અને તેના પર સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો ફરિયાદ પર તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જો તપાસમાં ફરિયાદ સાચી જણાશે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

જાણી લો રેશન કાર્ડના નિયમો
જો રેશનકાર્ડ ધારક પાસે તેની કમાણીમાંથી લીધેલ 100 ચોરસ મીટરનો પ્લોટ/ફ્લેટ અથવા મકાન હોય તો તમે યોજનાનો લાભ લેવા પાત્ર નથી. ફોર વ્હીલર, ટ્રેક્ટર, આર્મ્સ લાયસન્સ, ગ્રામીણ વિસ્તારમાં બે લાખથી વધુ અને શહેરમાં વાર્ષિક 3 લાખની કૌટુંબિક આવક હોય તો આવા લોકો સરકારની સસ્તા રાશન યોજનાનો લાભ લેવા માટે પાત્ર નથી.

Most Popular

To Top