Dakshin Gujarat

સાપુતારાથી ફ્લાવર-કોબીજનાં રોપાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સાપુતારા : ડાંગ જિલ્લાની સાપુતારા (Saputara) પોલીસની (Police) ટીમે સાપુતારા ચેકપોસ્ટ (Check Post) પરથી બે પીકઅપ વાનમાં (Pickup Van) ફ્લાવર કોબીજનાં રોપાનાં આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહેલા ત્રણ ઇસમોની ધરપકડ કરી પાંચને વોન્ટેડ જાહેર કર્યા હતા.ગતરોજ ડાંગ જિલ્લાનાં સાપુતારા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગની (Vehicle Checking) કામગીરીમાં સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રમાંથી (Maharastr) કોબીજ ફ્લાવરનાં રોપાનો જથ્થો ભરી ગુજરાતમાં પ્રવેશેલી પીકઅપ વાનને ઉભી રાખી ચેકીંગ હાથ ધરતા બંને પીકઅપ વાનમાં ચેકીંગ કરતા કેરેટમાં કોબીજ ફ્લાવરનાં રોપાનાં આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી 190 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો

ખેંપમાં મદદગારીમાં સામેલા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા
સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની ખેંપ મારનાર ત્રણ ઇસમો નીતિનભાઈ નારાયણ ખોડે અમોલભાઈ ખંડુભાઈ ખોડે,શુભમભાઈ ખંડુભાઈ ખોડે,ખેંપમાં મદદગારીમાં સામેલા પાંચ ઈસમો,ડીંડોરી ચોકડી પાસે આવેલી વાઈન શોપનાં મેનેજર ઓઝર ગામે આવેલી મયુર વાઈન શોપનાં મેનેજર અર્જુનભાઈ પાટીલ,કેતનભાઈ,દિલીપભાઈને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ ડામોરે 59,500નો દારૂનો જથ્થો,18,000નાં બે મોબાઈલ તથા બે પીકઅપ વાનની કિંમત 8,50,000 મળી કુલ 9,27,700નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

શેતરંજી અને મચ્છર દાની આડમાં દારૂ લઇ જતા એકને ઝડપી પાડ્યો

પારડી : પારડી ટુકવાડા હાઈવે પર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વાપીથી સુરત જતા ટ્રેક પર ઇકો કારને અટકાવી હતી. તપાસ કરતા ધાબળાં, શેતરંજી અને મચ્છર દાની આડમાં દારૂ લઇ જતા એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે 20 બોક્સમાં 816 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ. રૂ.90 હજાર, તેમજ મોબાઈલ, કારની રૂ. 3 લાખ સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કાર ચાલક સીરાજ અમી ઉલ્લાહ શાહને ઝડપી પાડ્યો હતો.દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ સહીત બેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. દારૂનો જથ્થો દમણથી સુરત ચલથાણ લઇ જવાઈ રહ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફ્લાવર-કોબીજનાં રોપાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સાપુતારા : ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે સાપુતારા ચેકપોસ્ટ પરથી બે પીકઅપ વાનમાં ફ્લાવર કોબીજનાં રોપાનાં આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહેલા ત્રણ ઇસમોની ધરપકડ કરી પાંચને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગતરોજ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા ચેકપોસ્ટ ખાતે પી.એસ.આઈ. એમ.એલ.ડામોરની ટીમે વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. તે અરસામાં સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રમાંથી કોબીજ ફ્લાવરનાં રોપાનો જથ્થો ભરી ગુજરાતમાં પ્રવેશેલી પીકઅપ વાનને ઉભી રાખી ચેકીંગ હાથ ધરતા બંને પીકઅપ વાનમાં ચેકીંગ કરતા કેરેટમાં કોબીજ ફ્લાવરનાં રોપાનાં આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી 190 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ખેંપમાં મદદગારીમાં સામેલા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા
સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની ખેંપ મારનાર ત્રણ ઇસમો નીતિનભાઈ નારાયણ ખોડે અમોલભાઈ ખંડુભાઈ ખોડે,શુભમભાઈ ખંડુભાઈ ખોડે,ખેંપમાં મદદગારીમાં સામેલા પાંચ ઈસમો,ડીંડોરી ચોકડી પાસે આવેલી વાઈન શોપનાં મેનેજર ઓઝર ગામે આવેલી મયુર વાઈન શોપનાં મેનેજર અર્જુનભાઈ પાટીલ,કેતનભાઈ,દિલીપભાઈને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ ડામોરે 59,500નો દારૂનો જથ્થો,18,000નાં બે મોબાઈલ તથા બે પીકઅપ વાનની કિંમત 8,50,000 મળી કુલ 9,27,700નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top