Gujarat

અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઈ મેગા રિહર્સલ કરાયું

અમદાવાદ : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (Ratha Yatra) 20 જુનના રોજ નીકળવાની છે. ગુજરાતની (Gujarat) સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળવાની છે. ત્યારે અમદાવાદ પોલીસ (Police) રથયાત્રા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે રથયાત્રાના દિવસે રથયાત્રા રૂટ પર કઈ રીતે વ્યવસ્થા થશે તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા મેગા રિહર્સલ (Rehearsal) કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ પોલીસના 15 હજાર જવાનો જોડાયા હતા
અમદાવાદ પોલીસનું આ રિહર્સલ જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી શરૂ થયું હતું. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાનોનો કાફલો નીકળ્યો હતો. જેમાં 6 હજાર હોમગાર્ડના જવાન, SRP અને SAPFની 35 કંપનીઓ તથા 11-IG, 50-SP, 100-DySP, 300-PI, 700-PSI પણ જોડાયા હતા. વરસાદ હોવા છતા પણ પોલીસે પોતાની કામગીરી આગળ વધારી હતી. પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ દ્વારા રથયાત્રાના દિવસે વરસાદ આવે તો તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

300થી વધુ ડ્રોન દ્વારા હવાઈ સર્વેલન્સ રાખવામાં આવશે
અમદાવાદમાં યોજાનારી ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાં આ વખતે અમદાવાદ પોલીસ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાની છે. ટેકનોલોજીની મદદથી પોલીસ રથયાત્રાના રૂટનો સર્વે કરશે. અમદાવાદ પોલસ દ્વારા થ્રીડી મેપિંગ વર્ચ્યુઅલ રિયાલિટી એનાલિસિસ અને 300થી વધુ ડ્રોન દ્વારા હવાઈ સર્વેલન્સ રાખવામાં આવશે. આ વખતે પ્રોબેશન આઇપીએસ અને ખાસ ટ્રેનિંગ લઈ રહેલા જવાનો પણ રથયાત્રામાં જોડવાના છે. આ વખતે રથયાત્રામાં સુરક્ષાના સંદર્ભે કોઈ પણ કચાશ રહી ના જાય તે માટે અમદાવાદ પોલીસ સાથે ગૃહ વિભાગે પણ સંકલન કર્યું છે. રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
અમદાવાદ પોલીસ દ્વારા 20 જુનના રોજ યોજાનારી રથયાત્રા સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાનો અમલ 19 જુનના 00.00 કલાકથી 20 જુના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામું ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ સમયમર્યાદાને આધીન બહાર પાડ્યું હતું. આ જાહેરનામામાં જમાલપુર દરવાજા બહાર, જગન્નાથ મંદિર, જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખામાસા, ગોળલીમડા થઈ જગન્નાથ મંદિર સુધીના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top