National

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં છેલ્લાં 48 કલાકથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) રાજૌરી જિલ્લાના એક ગામમાં છેલ્લા 48 કલાકથી આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Collision) ચાલી રહી છે. પોલીસે (Police) લોકોને તેમની સુરક્ષા માટે બે કિલોમીટરના અંતરે રહેવાની સલાહ આપી છે. જમ્મુ સ્થિત આર્મી પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્તવાલે જણાવ્યું કે ગામમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.

બર્તવાલે વધુમાં જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા ઘેરાબંધી તોડવાના વારંવારના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. શનિવારે બુધલ વિસ્તારના ગુંધા-ખવાસ ગામમાં પોલીસ અને સેના દ્વારા શરૂ કરાયેલ કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો સાથેની પ્રારંભિક અથડામણમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો હતો.

આ ઘટના અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓના ભાગી જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે અને તેમને મારવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે પોલીસને વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની એક નાની ટીમે ઓપરેશન શરૂ કર્યું અને બાદમાં આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના વધારાના જવાનો પણ સામેલ થયા હતા.

માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ એન્કાઉન્ટરના સ્થળેથી હજુ સુધી મળ્યો નથી. લેફ્ટનન્ટ કર્નલ બર્તવાલે કહ્યું કે પ્રારંભિક માહિતી મળ્યા પછી સેનાના જવાનો અથડામણવાળા વિસ્તારમાં ગયા હતા અને બે-ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. આ મામલે રાષ્ટ્રીય રાઈફલ્સની વધારાની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે કારણ કે ભૂપ્રદેશ કઠોર અને જંગલો છે.

બર્તવાલે વધુમાં ઉમેર્યું હતું કે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વિશેષ દળો લાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ડ્રોન, માનવરહિત હવાઈ વાહનો અને સ્નિફર ડોગ્સની પણ મદદ લેવામાં આવી હતી. રાજૌરીમાં પોલીસે રવિવારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને કોઈ જાનહાનિ ટાળવા માટે એન્કાઉન્ટર સ્થળથી દૂર રહેવા જણાવ્યું હતું. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘બધાને જાણ કરવામાં આવે છે કે ગુંધા, ખવાસ ગામના સામાન્ય વિસ્તારમાં ફાયરિંગ સાથે સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું છે. લોકોને આ વિસ્તારની મુલાકાત ન લેવાની અને વિસ્તારની બહાર ઓછામાં ઓછા બે કિમીના સુરક્ષિત અંતરે રહેવાની સલાહ આપવામાં આવે છે.

Most Popular

To Top