National

ભારત તરફ કોઈ આંખ પણ કરે તો સ્વીકાર્ય નથી: લદ્દાખની મુલાકાતે રાજનાથ સિંહ

દેશના સંરક્ષણમંત્રી (Defense minister of India) રાજનાથ સિંહે (Rajnath sinh) રવિવારે ત્રણ દિવસીય લદ્દાખની મુલાકાતે (Ladakh visit) પહોંચ્યા બાદ કહ્યું કે, તેમનો ઉદેશ્ય ચીન સાથે લાંબા સમયથી ચાલતા વિવાદના સ્થળે ભારતની સૈન્યની તૈયારીઓ જોવાનો છે. તેમણે કહ્યું કે, દેશના પ્રત્યે ભારતીય સૈનિકો અને દેશના દિગ્ગજોનું સમર્પણ (Sacrifice for country)એ ‘અનુકરણીય ઉદાહરણ’ છે.

રાજનાથ સિંહ, જે આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાણે સાથે લેહ અને લદાખની ત્રણ દિવસીય મુલાકાતે છે, સોમવારે લદ્દાખના કરુ મિલિટ્રી સ્ટેશન પર આર્મીની 14 મી કોર્પ્સના અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરી હતી. તેમને સંબોધન કરતાં તેમણે ગયા વર્ષે ચીનના સૈનિકો સાથે હિંસક અથડામણમાં શહીદ થયેલા દેશના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ (Tribute to the brave soldiers) આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે સૌ પ્રથમ હું તે બધા જવાનોને સલામ કરું છું જેમણે જૂન 2020 માં ‘ગાલવાન ખીણ’માં દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. હું એમ પણ કહેવા માંગુ છું કે આ દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. તેમણે આ સમયગાળા દરમિયાન સૈન્ય દ્વારા બતાવેલ બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે દેશને તેના પર ગર્વ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે ચીનનું નામ લીધા વિના કહ્યું હતું કે ભારત શાંતિની તરફેણમાં છે અને ક્યારેય કોઈ પર હુમલો કરતો નથી પરંતુ કોઈની નજર બતાવવી તે પણ ભારતને સ્વીકાર્ય નથી અને તેની સેના કોઈપણ પ્રકારના પડકારનો યોગ્ય જવાબ આપશે. તેમની ઓફિસે કહ્યું કે, અમારું ઉદ્દેશ એ છે કે, તમે દેશની સલામતીની જે રીતે કાળજી રાખો છો તે જ રીતે તમારા બધાનું ધ્યાન રાખવામાં આવે. જો તમને કોઈ મુશ્કેલી હોય તો તેના સમાધાન માટે એક હેલ્પલાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, લેહમાં સિંહે કારગિલ, લેહ અને લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદના ચૂંટાયેલા વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં આ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સંરક્ષણ મંત્રી આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે સહિત સશસ્ત્ર દળના અનેક વરિષ્ઠ અધિકારીઓને પણ મળ્યા અને તેમણે કલ્યાણ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સિંહે આ પ્રસંગે કહ્યું કે, દેશ પ્રત્યેના આપણા સૈનિકો અને પીઢ ફોજીઓનું સમર્પણ એક અનુકરણીય ઉદાહરણ છે. આ સાથે જોડાયેલ તમામ લોકોનો હું હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીન સાથે ભારતની એક વર્ષ કરતા વધુ સમયથી લડાખમાં મડાગાંઠ ચાલી રહી છે અને ગયા જૂન મહિનામાં બંને દેશોના સૈનિકો વચ્ચે જે લોહીયાળ લડાઇ થઇ હતી તેને એક વર્ષ થયું છે. આ સમયગાળા દરમ્યાન ચીન અને ભારત વચ્ચે અનેક મંત્રણાઓ થઇ છે પરંતુ મડાગાંઠ ચાલુ જ રહી છે તેવા સંજોગોમાં સંરક્ષણ મંત્રીની આ લડાખની મુલાકાત મહત્વની બની જાય છે.

Most Popular

To Top