National

ગેહલોત સરકારમાં મંત્રીના પુત્ર પર આરોપ લગાવનાર યુવતી પર દિલ્હીમાં હુમલો

દિલ્હી: રાજસ્થાનની (Rajasthan) અશોક ગેહલોત સરકારમાં દિલ્હીમાં (Delhi) મંત્રીના પુત્ર પર બળાત્કારનો (Rape) આરોપ લગાવનાર છોકરી પર દિલ્હીમાં હુમલાનો (Atatck) થયાના સમાચાર મળી આવ્યાં છે. જે પછી સમગ્ર રાજકારણ ગરમાયું છે અને ચારેબાજુ હોબાળો મચી ગયો છે. આ ધટનાના સમાચાર પછી ભાજપ સરકાર (BJP) કોંગ્રેસ (Congress) પર સતત પ્રહારો કરી રહી છે.

અતુલ ભાટિયાએ જણાવ્યું છે કે પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 11 જૂનના રોજ તે કાલિંદી કુંજ રોડ પાસે તેની માતા સાથે જઈ રહી હતી. ત્યારે બે છોકરાઓ આવ્યા અને તેના પર કંઈક ફેંકીને ભાગી ગયા. આ પછી પીડિતાની એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં યુવતી પર જે ફેંકવામાં આવ્યું છે તે વાદળી શાહી જેવો પદાર્થ લાગતો હતો. આ ધટના અંગે શાહીન બાગ પોલીસ સ્ટેશનમાં કલમ 195A/506/323/34 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચાલુ છે.

અમિત માલવિયાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ આ મામલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘અશોક ગેહલોતના મંત્રી મહેશ જોશીના પુત્ર વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરનાર છોકરી પર ગઈકાલે રાત્રે દિલ્હીમાં હુમલો કરવામાં આવ્યો, તેના ચહેરા પર કેમિકલ ફેંકવામાં આવ્યું. છોકરી પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યો છે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે મંત્રીનો પુત્ર ફરાર છે, અને છોકરી એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં છે. આ સમયે રાહુલ અને પ્રિયંકા ક્યાં છે?’

શું છે સમગ્ર મામલો
જયપુરની રહેવાસી યુવતીએ રાજસ્થાન સરકારના મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. શુક્રવારે આ મામલામાં દિલ્હી પોલીસે રોહિતની પણ લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. યુવતીએ છેલ્લા એક વર્ષમાં અનેક વખત રેપ કરવાનો આરોપ મંત્રીના પુત્ર પર લગાવ્યો છે. તેણે વઘુમાં જણાવ્યું કે પહેલી મુલાકાત દરમિયાન રોહિતે તેના ડ્રિંકમાં કંઈક મિલાવીને તેનો ફાયદો ઉઠાવ્યો હતો. એફઆઈઆર મુજબ યુવતીનો આરોપ છે કે જ્યારે તે બીજા દિવસે સવારે જાગી તો તેને તેની નગ્ન તસવીરો અને વીડિયો બતાવીને ધમકી આપવામાં આવી હતી.

Most Popular

To Top