Entertainment

રાજ બબ્બર હવે વેબ સિરીઝમાં ગુજરાતી બન્યા

રાજ બબ્બરની હવે પહેલાં જેવી ડિમાંડ ન રહી હોય એ સ્વાભાવિક છે પણ જ્યારે પણ તે ફિલ્મ યા ટી.વી માટે કશુંક કરવા તૈયાર થાય છે ત્યારે તેના પાત્રનું મહત્વ અનુભવાતું હોય છે. ‘હેપી ફેમિલી કંડિશન્સ એપ્લાય’ નામની સિરીઝ હવે આવવામાં છે અને તેમાં રાજ બબ્બર મનસુખલાલ ધોળકીયાનું પાત્ર ભજવશે. આ સિરીઝ હવે આવવામાં છે અને તેમાં રાજ બબ્બર મનસુખલાલ ધોળકીયાનું પાત્ર ભજવશે. આ સિરીઝ આપણા ગુજરાતી દિગ્દર્શક આતિશ કાપડિયા અને જમનાદાસ મજિથીયાની છે એટલે સ્વભાવિક રીતે જ રાજ બબ્બરે હિન્દીમાં રહી ગુજરાતી પાત્ર ભજવવું પડે. આ સિરીઝમાં રાજ બબ્બર સાથે ‘અતુલ કુલકર્ણી’, રત્ના પાઠક શાહ અને આયેશા ઝુલ્કા છે.

રાજ બબ્બર છેલ્લા બે દાયકાથી રાજકારણ ક્ષેત્રે વધારે પ્રવૃત છે પણ સારી ફિલ્મ યા ટી.વી. શ્રેણીની ઓફર આવે તો નકારતા નથી. ‘પુકાર’, ‘ધ હન્ટ’, ‘દિલ બેકરાર’, ‘મેં દિલ્લી હું’ ટી.વી શ્રેણીમાં કામ કરી ચુકેલા રાજ બબ્બર આ નવી સિરીઝમાં કોમેડી કરતા જણાણે પણ તે મર્માળી હશે. રાજ બબ્બરે અગાઉ ઠેઠ 1966માં ‘બહાદૂર શાહ ઝફર’માં અકબરની, 1988માં ‘મહાભારત’ના ભરત તરીકે કામ કરેલું ગયા વર્ષે ‘દિલ બેકરાર’માં તેઓ એલ.એન.ઠાકુરની ભૂમિકામાં હતા. 23મી જૂને 70માં વર્ષમાં પ્રવેશી રહેલા રાજ બબ્બર ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક-લેખકની વેબ સિરીઝમાં પહેલીવાર ગુજરાતી કુટુંબના વડાની ભૂમિકા કરશે. રાજ બબ્બર ‘ઈન્સાફ કા તરાજુ’થી ચર્ચામાં આવ્યા પછી શરૂ થયેલી કારકિર્દી ક્યારેય અટકી નથી. હા, તેઓ કોઈ દિવસ ટોપસ્ટાર નથી બન્યા પણ તેમનું મહત્વ જરૂર રહ્યું છે. ટી.વી. તરફ તેમનું વલણ પહેલેથી જ રહ્યું છે એટલે આજે પણ વેબસિરીઝ માટે તૈયાર થાય છે.

Most Popular

To Top