National

પંજાબના અર્જુન એવોર્ડ વિજેતા DSPની ગોળી મારી હત્યા કરાઇ, સર્વિસ રિવોલ્વર ગાયબ

પંજાબ: જલંધરમાં (Jalandhar) સોમવારે ડીએસપી (DSP) દલબીર સિંહનો મૃતદેહ (Died Body) રસ્તાના કિનારે મળી આવ્યો હતો. તેમના માથા પર ઈજાના (Injury) નિશાન હતા અને ગળામાં ગોળી (Bullet) ફસાઈ ગઈ હતી. ઉપરાંત તેની સર્વિસ રિવોલ્વર (Service Revolver) પણ ગાયબ હતી. ડીએસપી દલબીર મૂળ જલંધરના રહેવાસી હતા. તેમજ દલબીર સિંહ એક જાણીતા વેઈટલિફ્ટર (Weightlifter) હતા અને તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ હાલના દિવસોમાં તેઓ સંગરુર જિલ્લામાં ફરજ બજાવતા હતા. હાલ પંજાબ પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સંગરુરમાં તૈનાત ડીએસપીની લાશ મળી આવતા પંજાબના જલંધરમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે DSP દલબીર સિંહનો મૃતદેહ બસ્તી બાવા ખેલ કેનાલ પાસે રોડ પર પડેલો મળ્યો હતો. થોડા સમય પહેલા જ જલંધરના એક ગામમાં ડીએસપી દલબીરનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. દરમિયાન તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ચલાવી હતી. પરંતુ બીજા દિવસે તેમણે ગ્રામજનો સામે સમાધાન કર્યું હતું.

સમગ્ર મામલે પંજાબ ADCP બલવિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે અમને કોઈએ ફોન કરીને જાણ કરી હતી કે બસ્તી બાવા ખેલ પાસે કોઈની લાશ પડી છે. જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે લાશ ડીએસપી દલબીરનો છે. જેઓ સંગરુરમાં તૈનાત હતા. તેમજ તેમના માથામાં ઈજા થઈ હતી. પંજાબ પોલીસ શરૂઆતમાં તેને માર્ગ અકસ્માત માની રહી હતી પરંતુ પોસ્ટમોર્ટમમાં ડીએસપીના ગળામાં એક ગોળી ફસાયેલી જોવા મળી હતી. ઘટના બાદ ડીએસપીની સર્વિસ પિસ્તોલ પણ ગાયબ છે.

ડીએસપીના મિત્રોના જણાવ્યા મુજબ 31મી ડિસેમ્બરની રાત્રે ન્યૂ યર પાર્ટી બાદ તે ડીએસપીને બસ સ્ટેન્ડ પાછળ છોડીને તે પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. તેમજ ઘટના સમયે ડીએસપી સાથે તેમના ગાર્ડ પણ હાજર ન હતા. હાલ, પંજાબ પોલીસ બસ સ્ટેન્ડની આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. આ મામલે ડીએસપીના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી ડીએસપીના મોતને લગતા કોઈ પુરાવાઓ મળી શકે.

મૃતક ડીએસપીના ભાઈ રણજીત સિંહે જણાવ્યું કે પોલીસે અમને જાણ કરી કે દલબીરનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ તેમના માથામાં ઈજા થઈ છે. હત્યાનો મામલો હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ તેની તપાસ કરી રહી છે.

Most Popular

To Top