National

પંજાબમાં મોહાલીમાં ઇન્ટેલિજન્સ ઓફિસની બહાર મોટો વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર સીલ કરાયો

પંજાબ: પંજાબમના (Punjab) મોહાલીમાં ઇન્ટેલિજન્સ ઓફિસની (Office) બહાર એક મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સની ઓફિસની ઈમારત ઉપર આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જો કે ધમાકામાં કોઈ પણ જાતની જાનહાનિ કે માલહાનિ થવાની જાણકારી બહાર આવી નથી. આ વિસ્ફોટ થયાં પછી ઓફિસની બારીના કાચ તૂટી ગયા હોવાનું માલૂમ પડી રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે તેમજ તેઓએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. મુખ્યમંત્રી ભગવંત માને આ વિસ્ફોટ અંગેનો રિપોર્ટ માંગાવ્યો છે.

મોહાલી પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે એસએએસ નગર, સેક્ટર 77માં આવેલા પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સના હેડક્વાટર્સ ખાતે લગભગ 7.45 વાગે એક વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ આ હુમલો રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી કરવામાં આવ્યો હતો. આરપીજી એટલે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પંજાબ પોલીસે આતંકી હુમલો થયાં હોવાની પુષ્ટિ કરી નથી. પંજાબ પોલીસે આપેલી જાણકારી મુજબ આ એક નાનો ધમાકો હતો.

ગુપ્તચર બિલ્ડિંગની બહાર ધમાકા બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પરંતુ આ વચ્ચે ઓફિસની બિલ્ડિંગની લાઇટ બંધ કરવામાં આવી હતી. હંમેશા આવી ઘટનાઓ બાદ લાઇટ ઓન કરવામાં આવતી હોય છે. પરંતુ આ વિસ્ફોટ પછી બિલ્ડિંગની લાઇટ બંધ કરી દેવામાં આવી હતી.

Most Popular

To Top