Madhya Gujarat

બજેટમાં પગાર વધારાની માંગણીઓનો સમાવેશ નહી કરતા આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન

દાહોદ, તા.૬
ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનોની પડતર માંગણીઓનો રજુ કરેલ બજેટમા કોઈ જાહેરાત કે સ્વિકાર નહિ કરાતા આંગણવાડીની બહેનોમાં બજેટને લઈને ભારે રોષ ફેલાયો હતો, આંગણવાડી બહેનોએ ઝાલોદ ખાતે ભેગા થઈ બજેટની નકલને સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન પગાર વધારા સહિતની માંગણીઓનો બજેટમાં સમાવેશ નહીં કરાતા રોષ, ઝાલોદ તાલુકાની બહેનોએ બજેટની કોપી સળગાવી દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનોની પડતર માંગણીઓનો રજુ કરેલ બજેટમાં કોઈ જાહેરાત કે સ્વિકાર નહિ કરાતા આંગણવાડીની બહેનોમાં બજેટને લઈને ભારે રોષ ફેલાયો હતો, આંગણવાડી બહેનોએ ઝાલોદ ખાતે ભેગા થઈ બજેટની નકલને સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં વિકાસને લઈને અનેક યોજનાઓની જાહેરાત તેમજ જાેગવાઈ કરવામાં આવી છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ બાળકોના વિકાસ ને લઈને કામગીરી કરતી આંગણવાડી બહેનોને પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જાેગવાઈ કે સ્વીકાર કરવામાં નહીં આવતા આંગણવાડી કાર્યકર બહેનોમાં સરકારની નીતિઓને લઈને ભારે રોજ ફેલાયેલો જાેવા મળ્યો હતો ત્યારે ઝાલોદના જુલાઈ માતા મંદિર ખાતે આંગણવાડી કાર્યકર બહેનોએ ભેગી થઈને રાજ્ય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટની નકલની હોળી કરી રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં આંગણવાડી બહેનોના પગાર વધારા કે અન્ય કોઈ પણ માંગણીઓ પ્રત્યે ઉલ્લેખ ન થયો હોઇ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી, તેમજ આગામી સમયમાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આંગણવાડી બહેનો પોતાના હક લેવા તેમજ માંગણી પુરી કરવા એકજૂટ થઈ આગામી સમયમા વિવિધ કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top