Madhya Gujarat

કલમસરમાં ઝેરી ગેસ ગળતરથી અફડાતફડી

ખંભાત, તા. 6
કલમસરની રોહન ડાઈઝ કંપનીમાં વેસલમાં ભરેલા ઝેરી ‘કલોરો ગેસ’ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસમાં બોટમમાંથી લીકેજ થયો હતો.જે ઝેરી ગેસ આસપાસના ગામોમાં ફેલાતાં ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફો થઇ હતી.આ ઉપરાંત આંખ અને ગળામાં બળતરા, ઉધરસ, ઉલ્ટીઓની તકલીફો થવા પામી હતી. આ બાબતે કલમસરના ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરીયાદો કરી હતી.જેને કારણે તાબડતોડ પ્રદુષણ બોર્ડના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન  કંપનીના માલિકોની ગેરરીતિઓ સામે આવી છે.તકલાદી મશીનરીમાં કામગીરી થતી હોવાથી આવનાર સમયમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે.વહેલી સવારે ઝેરી ગેસ લીકેજ થતા કલમસરના જેતપુરામાં, બાજીપુરા, પંડોરિયાપુરા, જહાંગીરપુરા, સહિતના ગામોમાં ગેસની અસર વર્તાઈ હતી.શાળાઓના બાળકોને પણ ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફ, આંખો અને ગળામાં બળતરા તેમજ ઉધરસની તકલીફો સર્જાઈ હતી.જેને કારણે શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી.ગેસ પ્રસરતાં આરોગ્ય ટીમો દ્વારા આરોગ્ય તપાસ હાથ ધરાઇ હતી. જોકે, મામલતદાર, પોલીસ પણ સ્થળે પર પહોંચ્યાં હતાં.

Most Popular

To Top