Madhya Gujarat

દાહોદમાં મગજનો લકવો, ધીમો ઓટીઝમથી પીડીત ૩૬૭ બાળકો મળ્યા

દાહોદ, તા.૬
આમ તો જન્મ થયા બાદ સ્વસ્થ જોવાતુ બાળક પણ ગંભીર બીમારીથી પીડાતું હોઇ શકે છે પરંતુ દેખીતીરીતે બીમારીની ખબર પડી શકતી નથી. ક્યારેક બાળકનું વર્તન ગંભીર બીમારીના સંકેત આપે છે.પરંતુ તેને બાળકની કાલીવાલી હરકતો ગણીને ખુશ થવાય છે.બીમારીની ખબર પડે છે ત્યારે ઘણી વાર થઇ ગઇ હોય છે. ત્યારે સંપૂર્ણ પરાવલંબિ બને તે પહેલાંજ આવા બાળકોની પ્રારંભથી જ સારવાર શરૂ થાય અને તેઓ પણ સમાજની મુખ્ય ધારામાં રહી શકે તે માટે દાહોદ જિલ્લામાં એક વર્ષ પહેલાં આરોગ્ય વિભાગ હસ્તક ડિસ્ટ્રિક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર(DEIC)નો પ્રારંભ કરાયો હતો. આ સેન્ટરની જવાબદારી સરકારી ફિઝિયોથેરાપીસ્ટડો.નેહા પરમારને સોંપી હતી.ત્યારે ઇન્ચાર્જ સીઓએમઓ ડો. નિના વાળાના માર્ગદર્શનમાં ડો.નેહા પરમાર સાથે સોશિયલવર્કર અતુલ શ્રીમાળી, સ્પેશિયલ એજ્યુકેટર હિતેશ પંચાલ અને પ્રકાશ બારીયા સહિતની ટીમદ્વારા આવા બાળકોની શોધખોળ શરૂ કરી હતી.
શારીરિક વિકાસ, બાળકની હરકત સહિતના લક્ષણો જોઇને કરાતી તપાસમાં કોઇ બાળક મગજના લકવાથી પીડાય છે તો કોઇ ઓટીઝમનો શિકાર છે, તો કોઇ બાળકનો વિકાસ જ બરોબર નથી થઇ રહ્યો તે સાંભળીને તેમના માવતર પણચોંકી ઉઠતા હતાં.છેલ્લા એકવર્ષમાં દાહોદ જિલ્લામાં 0 થી 6 વર્ષના 367 બાળકો આબીમારીથી પીડાતા મળી આવ્યાહતાં.આ વયજુથની ઉપરની પણ તપાસમાં 6થી માંડીને 18 વર્ષનીઉમરના પણ 119 બાળકો પીડીત મળ્યા હતાં. જન્મ બાદ મગજના લકવા,ઓટીઝમ અને ધીમા વિકાસથી પીડાતા બાળકોનીસંખ્યા વધુ જોવા મળી હતી. ડીઇઆઇસી દ્વારા માતાઓને જાગૃત કરાઇ રહી છે :- ડો.નેહા પરમાર, HOD, DEIC સેન્ટર બાળક શોધીને સારવાર અપાય છેજન્મ બાદ મગજની ખામી કે ફેરફારની જલદી ખબર પડતી નથી. આબાબત ખબર પડે છે અને બીમારી ખબર પડે છે ત્યારે તેની સામેની લડાઇઘણી લાંબી થઇ જાય છે.અમારી ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ સાથે શારિરીક,માનસિક રીતે વિકસિત ન હોય તેવા બાળકોનું નિદાન કરાય છે. બાળકો મગજના લકવા,ઓટીઝમ અને ધીમા વિકાસથી પીડીત જોવા
મળ્યા હતાં.

Most Popular

To Top