Charchapatra

એર ઇન્ડિયાનું ખાનગીકરણ

૧૯૩૨ માં આઝાદી અગાઉ એર ઇન્ડિયાને શરૂ કરનાર તાતા ગૃપ હતું. ત્યારબાદ સરકારે તેની ખરીદી કરેલ. પરંતુ ૨૦૧૮ માં ૭૬ ટકા ભાગીદારીથી વહેંચવા ખાનગી પાર્ટીને અને ૨૪ ટકા સરકારની હિસ્સેદારીનું ડિલ તૈયાર થયું. તાતાએ ૧૦૦ ટકાની હિસ્સેદારીની ઓફર કરી સાથે સાથે એર ઇન્ડ ગો અે પણ રસ દાખવ્યો. એર ઇન્ડિયા વર્ષોથી ખોટમાં એરલાઇન્સ ચલાવતી હતી. તેનું મુખ્ય કારણો અણઘડ વહિવટ, પાઇલોટોની મનમાની, દાદાગીરી, પગાર વધારાની માગણી હતા. એરલાઇન્સની સેવાઓ નિમ્નસ્તરે પહોંચી હતી. બીજેપીના સુબ્રમણીયમ સ્વામિએ ખાનગીકરણનો વિરોધ આપી સરકારને કોર્ટમાં પડકારવાની ચેતવણી પણ આપી. તેમનું કહેવું હતું કે તાતાથી એશિયા એરલાઇન્સ અને ઇન્ડી ગો એરલાઇન્સ વિરોધમાં કોર્ટ કેઇસીઝ ચાલી રહ્યા છે. શું સરકાર ત્રુટીઓ દૂર કરી સમાધાન વૃત્તિ દાખવી પુન: ચાલુ ન કરી શકે?
અમદાવાદ         – અરૂણ વ્યાસ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top