Charchapatra

મંદિરોમાં ભેળસેળયુકત મળતી પ્રસાદી

તાજેતરમાં પૂર્ણ થયેલા ભાદરવી પૂનમના મેળામાં જગતજનનીમાં અંબાજીના પવિત્ર સ્થળે લાખો ભક્તોને ભેળસેળયુકત ઘીનો ઉપયોગ કરીને મોહનથાળનો પ્રસાદ અપાયાના દુ:ખદાયક સમાચાર વાંચવા મળ્યા છે. આ યોગ્ય નથી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદી બનાવવાના કોન્ટ્રાકટ જે કેટરર્સને આપવામાં આવ્યો હતો. રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાડેલ દરોડા દરમ્યાન સ્થળ પર જ મોબાઈલ ફૂટ ટેસ્ટીંગ વાનમાં પ્રાથમિક પરીક્ષણ દરમ્યાન બિનઆરોગ્યપ્રદ ઘીનો રૂા. આઠ લાખની કિંમતનો 2820 કિ.ગ્રા ઘીનો ભેળસેળ યુક્ત જત્થો જપ્ત કરવાના સમાચાર વાંચી અને દુ:ખદ લાગણી અનુભવી આશ્ચર્યની વાત તો ત્યાં છે.

કે રાજયના મોટા ધાર્મિક સ્થળોનું માન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા આ મંદિર પરિસરનું ટ્રેનિંગ અને ઓડીટ કરાવ્યા પછી ભેળસેળયુકત ઘી ભેળવી લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. સરકાર યોગ્ય પગલાં તો લેશે જ, કાર્યવાહી કરશેજ. બાદમાં અંબાજી મંદિરના ટ્રસ્ટે તાત્કાલિક બનાસડેરીમાંથી મોહનથાળ પ્રસાદી માટે શુદ્ધ ઘી પૂરું પાડવાનું કાર્ય સ્તુત્ય છે. રાજકીય સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, માનવજીવન સાથે ચેડાં કરે છે. કુદરતી રીતે એનું ફળ ભોગવવું પડતું હશે જ. ખોટું કરનારા પૈસાની લાલચે અવાજ નથી. ખોટું કરનારા ચેતી જાય પ્રકૃતિ ઘડીના છઠ્ઠા ભાગમાં તહસનહસ કરી નાંખશે.
સુરત     – ભગુભાઈ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

તો એવા શ્રાદ્ધ કરવાનો અર્થ શું?
વૃદ્ધ અવસ્થામાં માણસે પોતાનાં પૌત્ર પોત્રી, વહુ અને અન્ય કુટુંબીજનો, મિત્રો સાથે સારી રીતે સુખેથી વિતાવવાની હોય છે. જો છોકરા વહુ સારા હોય તો પરંતુ કેટલાક છોકરાઓ મા બાપને ભાર સમજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એ મા બાપ માટે એ જીવન જેલ જીવન કરતાં પણ અતિ દુષ્કર જીવન હોય છે. વૃદ્ધાશ્રમમાં મરી ગયા પછી મા બાપો જ્યારે સ્વર્ગે સીધાવે છે ત્યારે પિતૃપક્ષમાં છાપરે નાખવામાં આવતા વાસ માટે તેઓ કહેતા હશે કે વૃદ્ધાશ્રમમાં વર્ષો વિતાવ્યાં. હવે એના છાપરે શું કામ જાવું?

બટકું રોટલો ભારી પડતો એને હવે કાગડો થઈ કેમ ખાવું? અને વાત પણ બરાબર છે કે જીવતા સંતાપ દે અને મા બાપ મળ્યા પછી વહાલ દેખાડે. શ્રાધ્ધને દિવસે ફોટાને હાર પહેરાવે, બહેન ભાણેજને જમવા બોલાવે, જીવતાં મા બાપને પાણીના ગ્લાસનું પૂછતો ન હોય તે મા બાપના નામે મોટાઇ મારવા સમાજમાં ફાળો લખાવે, જે સંતાનો મા બાપની કે વડીલોની સેવા કરતા હોય તો તેમને મંદિરે જવાની પણ જરૂર નથી કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે માત્ર દેવો ભવ પિતૃ દેવો ભવ માતા પિતા એ દેવનું જ રૂપ છે.
સુરત     – વિજય તુઇવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top