Vadodara

લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી તરફ જતા રોડ પર ખાડા રાજ : વાહન ચાલકો પરેશાન

વડોદરા: વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેના કારણે છાશવારે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બનતા હોય છે.ત્યારે લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી તરફ જવાના માર્ગે ખાડાઓના રાજને લઇ સામાજિક કાર્ય કરે જો વહેલી તકે અહીં ખાડાઓ પુરવાની કામગીરી સહિત પેજ વર્ક કરવામાં નહીં આવે તો આ રોડ ઉપર બેસી રામધૂન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત ચોમાસા બાદ રોડ રસ્તા બાબતે તંત્રની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે.શહેર હોય કે ગામડા રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ત્યારે માર્ગ મરામત અંગેની મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાને લઈ મોટા આદેશ આપી દીધા છે.

રાજ્યમાં રોડ રસ્તાની હાલત મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તાના તાત્કાલિક સમારકામ માટે અધિકારીઓને આદેશ કર્યા છતાં અધિકારી આદેશને ધોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે.સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં આવેલ લાલબાગ બિઝ નીચે મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.આ રોડની હાલત બિસ્માર થઇ છે.લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રીને જોડતા રોડ પર હજારો લોકો અવર જવર કરતા હોય છે.

જ્યારે વાહન ચાલકો ખાડાને લઈ અકસ્માતનો ભોગ પણ બન્યા છે.આ ખાડાઓને કારણે અનેક વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.ખરાબ રોડને લઇને વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.પરંતુ આજદિન સુધી અહીં ખાડાઓ પુરવાની કામગીરી કરવામાં આવી નથી.જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે છૂપો રોષ ફેલાયો છે. આ અંગે સામાજીક કાર્યકરે જો આગામી સમયમાં આ રોડ પર યોગ્ય પેજવર્ક કરવામાં નહીં આવે તો રોડ પર બેસી રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top