Dakshin Gujarat

વાપીમાં ડ્રાઈવરના ઘરમાંથી 75 હજાર રોકડા તથા સોનાના દાગીનાની ચોરી

વાપી : વાપીના (Vapi) કબ્રસ્તાન રોડ ઉપર રાણાની ચાલમાં રહેતા ફીરોઝ અકબરઅલી ખોજાના બંધ ઘરમાં દરવાજો તોડીને તસ્કરોએ કબાટ અને શોકેશ તોડીને ૭૫ હજાર રોકડા (Cash) તથા સોનાના દાગીનાની (Gold) ચોરી કરી હતી. ડ્રાઈવરનું કામ કરતા ફીરોઝ ખોજા વલસાડ ગયા હતા ત્યારે તેના ઘરમાં તસ્કરોએ પ્રવશે કરીને ચોરી કરી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ આપવામાં આવી હતી. તસ્કરોએ બંધ ઘરનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશીને મોટા કબાટમાં રાખેલા રોકડા રૂપિયા ૫૦ હજાર તેમજ શોકેશમાં રાખેલા રોકડા રૂપિયા ૨૫ હજાર તથા સોનાની બે ચેન, હાથમાં પહેરવાનું બેસ્ટલેટ સોનાનું, સોનાની ત્રણ વિટી, સોનાનું ચેનનું લોકેટની ચોરી કરી ગયા હતા.

સુરવાડી બ્રિજ પરથી ચોરીની બાઇક સાથે એક આરોપીની ધરપકડ
ભરૂચ: શહેર પોલીસે સુરવાડી બ્રિજ ઉપર વાહન ચેકિંગ હાથ ધરી એક વર્ષ પહેલાં ચોરી થયેલી બાઈક સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં બનતા મિલકત સંબંધિત ગુના અટકાવવા અને આરોપીઓને શોધી કાઢવા શહેર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સુરવાડી બ્રિજ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન સુરવાડી ગામ તરફથી સ્પ્લેન્ડર-પ્રો બાઈક આવતાં પોલીસે તેને અટકાવવા ઈશારો કર્યો હતો. જે બાઇકની નંબર પ્લેટ નહીં હોવાથી પોલીસે બાઈકસવાર પાસે જરૂરી દસ્તાવેજો માંગતાં તેણે આનાકાની કરી હતી. પોલીસે સુરવાડી ગામના ટેકરી ફળિયામાં રહેતા દિનેશ નાનુ વસાવાને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં બાઈક ઓ.એન.જી.સી. દીવાલ બાજુમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે 15 હજારની બાઈક કબજે કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સારંગપુરની સોનમ સોસાયટી નજીક જુગાર રમતા બે ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વરના સારંગપુર ગામની સોનમ સોસાયટી પાછળ રેલવે લાઈન પાસે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, અને જુગાર રમતા અંકલેશ્વરના ટાંકી ફળિયામાં રહેતા સુરેશ રણછોડ વસાવા તથા અરવિંદ ભીખા ચુનારાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય જુગારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top