Dakshin Gujarat

પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં દારૂ ભરેલી કારનો પીછો કર્યો પણ અકસ્માત થતાં બન્યું આવું

પારડી : પારડી (Pardi) તાલુકાના પંચલાઇ ગામે મહાદેવ મંદિર પાસે માર્ગ ઉપર સેલવાસથી (Selavasa) દારૂનો (Liqueur) જથ્થો ભરી એક કાર સુરત (Surat)તરફ જઈ રહી હતી. કાર નં.જીજે 16 એ જે 4086ને પારડી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલની ટીમે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મુકી હતી. જેનો પોલીસે પીછો કરતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. ચાલક સ્થળ પર કાર મુકી ઝાડી ઝાંખરામાં ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં જોતા સીટના નીચેના ભાગે 11 પુઠાના બોક્સમાં દારૂની બોટલ નંગ 408 જેની કિં.રૂ.30 હજાર, સ્વીફ્ટ કારની કિં.રૂ.૩ લાખ મળી કુલ રૂ. 3. 30 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. કાર ચાલકને વોન્ટેડ બતાવી પ્રોહિ.નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટેમ્પામાં કેમિકલની આડમાં પતરાના 14 બેરલોમાં વિસ્કી ભરી હેરાફેરી કરતાં 3 બુટલેગર પકડાયા
પારડી: પારડી બગવાડા ટોલનાકા હાઈવે પર દમણથી ટેમ્પોમાં પતરાના બેરલની કેમિકલની આડમાં રૂ. 7.60 લાખના દારૂના પાઉચ ભરીને સુરત તરફ લઈ જતા ત્રણ બૂટલેગરને રૂ.10.70 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો ભરાવનારને વોન્ટેડ બતાવ્યો હતો.

વલસાડ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે બગવાડા ટોલનાકા નેહાનં. 48 વાપીથી વલસાડ જતા ટ્રેક પર દમણથી સફેદ કલરનો ટેમ્પો નં.GJ 05 AV 7866 આવતા પોલીસે રોકી તપાસ કરતા ચાલકે પતરાના બેરલોમાં કેમિકલ ભરેલા હોવાનું જણાવી ગલ્લા તલ્લાં કરતા પોલીસે બિલ પુરાવા માંગ્યા હતા. બિલમાં જોતા દમણ ડાભેલ ચેકપોસ્ટ પાસે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ જીએસટી નંબર સાથે દમણથી સુરત લક્ષ્મી એન્ટરપ્રાઇઝ દમણ જીઆઇડીસી વગેરે વિગત બિલમાં બતાવી હતી. પોલીસને શંકા જતા ટેમ્પાની તલાશી લેતા ટેમ્પામાં પતરાના 200 લિટરના 14 બેરલોમાં જોતાં વિસ્કી 180 મિલીવાળા ટ્રેટા પાઉચ નંગ 7600 મળી આવ્યા હતા, જેની કિં. રૂ. 7.60 લાખનો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. ચાલક નવીન ચંદુભાઈ પટેલ (રહે. ભરૂચ), મેહુલ રાજેન્દ્ર પટેલ (રહે, કામરેજ, સુરત), કાર્તિક નવીન પટેલ (રહે. સુરત)ને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર હરીશને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે મોબાઇલ, ટેમ્પાની કિં. રૂ 3 લાખ, બિલ સહિત કુલ 10.70 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top