Vadodara

વાઇ ફાઇમાં પોલમ પોલ, રૂા.191.77 કરોડનો પ્રોજેક્ટ ફેઇલ

વડોદરા : શહેરને વાઇફાઇ સિટી બનાવવાના ભાગરૂપે હાથ ધરાયેલા પ્રોજેક્ટનું 14 ઓગસ્ટ 2017ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. ૨૦૦ કરોડના વાઈ ફાઈ સીટી પ્રોજેકટની શરુઆત 12 આઈ પોલથી શરુ કરાઈ હતી. સ્માર્ટ સિટી અંતર્ગત ૬ એપ્રિલ 2018ના રોજ આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો,તેવો દાવો પાલિકા કરી રહી છે. ત્યારબાદ 12 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાના તત્કાલિન ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે શહેરીજનો અમુક લિમિટ સુધી વાઈ ફાઈ વાપરી શકે તેવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું.

191.77 કરોડના પબ્લિક વાઇફાઇ પ્રોજેક્ટ ફેઇલ ગયા છે. મોટાભાગના આઈપોલ ઉપર કનેક્ટિવિટી આવતી નથી. ૧૬૨ આઈ પોલમાંથી માત્ર ૧૨૯ આઈ પોલ ચાલુ છે તેમ આઇટીના મનીષ ભટ્ટે જણાવ્યું હતું.કુલ ૪૫૦ પોલ લગાડવાનો વાયદો હતો. ઈજારદાર મે.ઈન્ડસ ટાવર્સને કોન્ટ્રાક્ટ અપાયો હતો.૧૫ વર્ષમાં ૨૨.૭૧ કરોડ પાલિકાને આપવાનું નક્કી થયું હતું. ઈજારદારે મોબાઈલ ઓપરેટરો સાથે કર્યા છે. જેમાંથી તગડી રકમ ઈજારદારને મળે છે. લાલો લોભ વગર લોટે નહી.નાગરિકોને વધારાની કોઈ સુવિધા મળતી નથી.૧૯૧. ૭૭ કરોડનો પબ્લિક વાઇફાઇ પ્રોજેક્ટ પણ ફેઈલ થયો છે.

મોટાભાગના વિવાદિત પ્રોજેક્ટ તત્કાલીન મ્યુનિ. કમિશનર ડો.  વિનોદ રાવના દેન છે. જાહેર કરાયેલા 54 પ્રોજેક્ટમાં પાલિકાની લોલમલોલ છે. મોટાભાગના પીપીપી પ્રોજેક્ટમાં ખાનગી ઇજારદારને કરોડોનો લાભ થાય તેવી રીતે વર્ક ઓર્ડર અપાયા છે.અને લાભ થાય તેવા કરાર પણ કરેલા છે. સ્માર્ટ સીટીમાં જે સુવિધા મળવી જોઈએ તે મળતી નથી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવની એક પછી એક કરતૂતો બહાર આવતા જાય છે અને પાલિકાનો ભાંડો ફૂટતો જાય છે. વડોદરાની જનતાને બેવકૂફ બનાવી રહ્યા છે. વડોદરામાં જે અધિકારીઓ નેતાઓ બહુ ઝડપથી ધનપતિ બની જાય છે.

રાજ્ય સરકારનું એન્ટી કરપ્શન બ્યુરો જો ફોરેન્સિક ઓડિટ કરાવે તો કરોડો રૂપિયાના કૌભાંડો, ભ્રષ્ટ અધિકારીઓના નામ બહાર આવે તેમ છે. વાઇફાઇ પોલ હવે માત્ર થાંભલા થઈ ગયા છે. જો વડોદરાના નાગરિકોને કામ ના લાગવાના હોય તો ઇજારદારને પરત કરી દેવા જોઈએ. વડોદરા મ્યુનિસિપલ કમિશનર ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ,પોલીસ કમિશનર ,સિટી એન્જિનિયર જે વડોદરા સ્માર્ટ સિટીના ડાયરેક્ટર છે.તેઓનો નફ્ફટ ઇજારદારો ઉપર કોઈ પ્રકારનું મોનિટરીંગ નથી જેનો ભરપેટ લાભ ભ્રષ્ટ અધિકારીઓ લેતા આવ્યા છે.

જ્યારે પણ કેન્દ્ર સરકારમાંથી સ્માર્ટ સીટી મિશનમાંથી  અધિકારીઓ આવે ત્યારે તેઓને જ્યુસ,નાસ્તા અને ભોજન ખવડાવી સુર સાગર કિનારે લટાર મરાવી, સોલાર પેનલના છાપરે ચડાવી દિલ્હી ભેગા કરાય છે. ટીમે આવી ને સંબંધિત અધિકારી ને અધૂરા પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂરા કરો તેવા આદેશ આપીને ગયા છે. પાલિકાના સ્માર્ટ સિટીના સીઈઓ ડો સુધીર પટેલ અને આઇટી ના ડાયરેક્ટર મનીષ ભટ્ટે સ્માર્ટ સિટીની ટીમ વડોદરા આવનાર છે અને વિઝીટ લેવાના છે તે છેલ્લી મિનિટ સુધી મીડિયાથી છુપાવ્યું હતું.  પરંતુ કેટલાક ખણ- ખોદીઆ મીડિયાએ તેમને ટ્રેક કર્યા  હતા.

Most Popular

To Top