Entertainment

તારક મહેતાની રીટા રિપોર્ટર ફોટોશુટના કારણે ચર્ચામાં આવી કહ્યું મારે જીવન કેવી રીતે જીવવું તે હું નક્કી કરીશ

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી એકટર પ્રિયા આહુજા હાલ ખુબ જ ચર્ચામાં આવી છે. મળતી માહિતી મુજબ પ્રિયા અહુજા મેગેઝિન કવર માટે કરાવવામાં આવેલા ફોટોશુટ (Photoshoot) દરમ્યાન તેણે પહેરેલા કપડા (Cloths) માટે ટ્રોલ થઈ છે. જો કે આ મામલો વધારે આગળ વધે તેમજ તેની પોસ્ટ પર વઘુ કોમેન્ટ (Comment) આવે તે પહેલા તેણે લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે તેને નફરત કરનારાઓ તેમજ રેગિંગ કરનારાઓ માટે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકી છે. આ સ્ટોરી સાથે તેણે જે લોકો તેને નાપસંદ કરે છે તેવા ટ્રોલર્સની નિંદા કરતી એક લાંબી નોંધ લખી છે. જણાવી દઈએ કે તારક મહેતા સિરિયલમાં પોતાના પાત્રના આધારે પ્રિયાએ જબરદસ્ત ફેન્સ ફોલોઈંગ ઉભું કર્યું છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પ્રિયાએ હાલમાં એક મેગેઝિન કવર માટે સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશુટમાં તેણે પોતાના શરીર ઉપર માત્ર કાળું સાટિન કપડું લપેટેલું હતું. આ જ ફોટોશુટનો એક વીડિયો તેમજ ફોટો તેણે પોતાના ઈન્સ્ટા હેન્ડલ ઉપર શેર કર્યો હતો. જેને જોઈ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતાં. પરંતુ પ્રિયાએ આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે લોકો મારા વિશે શું વિચારે છે તેની મને બિલકુલ પડી નથી. તમારામાંથી ઘણાએ મારા પતિને ટેગ કરીને કહ્યું છે કે હું કેવા પ્રકારની પત્ની છું અને તે મને આવા કપડાં કેવી રીતે પહેરવાની મંજૂરી આપી શકે છે. આ ઉપરાંત તેણે લખ્યું છે કે મારા છોકરાઓ મારા વિશે શું વિચારે છે તે તમે નકકી ન કરો. હું કેવી માતા અને પત્ની છું તે નકકી કરવાનો હક માત્ર મારા પતિ અને મારા છોકરાઓનો જ છે. તેણે કહ્યું કે મારે કેવા કપડાં પહેરવા તે માટે મારે તમારી પરવાનગી લેવાની જરૂર નથી. મારે શું પહેરવું અને કેવું જીવન જીવવું છે તે ફક્ત હું જ નક્કી કરીશ, તે ફક્ત મારો નિર્ણય હશે. મને તમારી સલાહની જરૂર નથી.

Most Popular

To Top