રાહદારીઓની સુરક્ષા અર્થે?

ગુજરાતમાં વાહનની ટકકર થવાની રાહદારીઓના મૃત્યુ થવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધરો થઇ રહ્યો છે. માત્ર એક વર્ષમાં ૭૨૮ (સાતસો અઠયાવીસ) રાહદારીઓના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં દરરોજ સરેરાંશ બે રાહદારીઓના મૃત્યુ થઇ રહ્યા છે. વધુ ચિંતાજનક વાત એ છે કે ગત વર્ષે થયેલા ૭૨૮ (સાતસો અઠયાંવીસ) રાહદારીઓના મૃત્યુએ છેલ્લા દસ વર્ષમાં સર્વોચ્ચ છે.

ગુજરાતમાં રાહદારીઓની સલામતી માટે પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા નથી તે સ્પષ્ટ બાબત છે. મોટાભાગના રસ્તામાં ઝીબ્રા ક્રોસિંગની નિશાની પણ ઝાંખી પડી ચૂકી હોય છે. આ ઉપરાંત રાહદારીઓ માટે ફૂટ ઓવરબ્રિજ જેવી વ્યવસ્થાનો અભાવ પણ તેમને નડી રહ્યો છે. આ બધી બાબતોને લક્ષમાં લઇ સરકારે તાકીદે યોગ્ય ઘટતા પગલાંઓ લેવા રહ્યા.

પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts