Health

શું કોરોનામાંથી સાજા થયા પછી પણ તણાવ અને અન્ય માનસિક બીમારીઓ રહે છે?

કોરોનાએ અત્યાર સુધી વિશ્વમાં કુલ 22,37,880 લોકોનો ભરડો લીધો છે. કોરોના રસી આવી ગયા પછી પણ આખા વિશ્વમાં 26,051,432 એવા દર્દીઓ છે જે કોરોનાની સારવાર હેઠળ છછે અને જેમની સ્થિતિ સામાન્ય છે. જ્યારે વિશ્વભરની વાત કરીએ તો એવા 107,936 દર્દીઓ એવા છે, જે કોરોના સામે જીવન અને મૃત્યુની લડાઇ લઢી રહ્યા છે. કોરોનાએ આખા વિશ્વ પર એક ઊંડી છાપ છોડી છે, જેનામાંથી ઊભરતા હજી ઘણો સમય જશે.

એક તરફ કોરોનાની રસી આવ્યા પછી આપણે બધા નિશ્ચિંત થઇ ગયા છીએ પણ હાલમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોરોનામાંથી સાજા થઇ ગયા પછી પણ દર્દીઓ અન્ય શારિરીક સમસ્યાઓથી પીડાય છે. ઘણા દર્દીઓને લોહી પાતળુ કરવાની દવા લેવી પડે છે એ તો સામાન્ય છે જ એ સિવાય બીજી એવી ઘણી સમસ્યાો છે જેનાથી આ દર્દીઓ પીડાયય રહ્યા છે. દેશના એક ટોચના ડૉક્ટરે તાજેતરમાં કહ્યુ કે તેમની પાસે ઘણા દર્દીઓ આવી ગયા છે જેમને કોરોના વાયરસ (CORONA VIRUS) નેગેટિવ હોવા છતાં સ્ટ્રોક (stroke) થયો હતો. સૌથી સામાન્ય લક્ષણો કે જે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં સતત રહે છે તેમાં શરીરમાં દુખાવો, થાક, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને શ્વાસ લેવાનું શામેલ છે.


કોરોના શરીરને ઘણી રીતે નબળુ કરી દે છે. પોસ્ટ-કોરોનાની ( POST CORONA) અસરો શારીરિક હોઈ શકે છે. ખાસ કરીને હૃદય, મગજ અથવા ફેફસાંથી સંબંધિત હોઈ શકે છે. પરંતુ એ સિવાય કોરોના દર્દીઓ પર માનસિક અસરો પણ છોડી જાય છે. તેમાં વિચારવાની ક્ષમતા અને તર્ક સંબંધિત સમસ્યાઓ પણ શામેલ છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડાયરેક્ટર ડો.રનદીપ ગુલેરિયા (DR. RANDIP GULERIYA,AIIMS) કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી તેના મૂડમાં ફેરફારની ફરિયાદ કરી હતી.

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પોસ્ટ કોવિડ ગૂંચવણો (કોરોનામાંથી સ્વસ્થ થયા પછી સમસ્યાઓ) વિશે ચર્ચા કરતા વેબિનારમાં જણાવ્યું હતુ કે કોરોનામાંથી સાજા થયા પછી એક દર્દીની યાદશક્તિ જતી રહી હતી અને તેણે તેના બધા નજીકના મિત્રો અને પરિવારના નામ લખવા પડતાં હતા. કારણ કે તે તેને યાદ રહેતા નહોતા. એઈમ્સના ડિરેક્ટરે કહ્યું કે કોરોનામાંથી સાજા થયા પછી ઘણા દર્દીઓ ડિપ્રેશન અથવા અન્ય માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોથી પણ પીડાય છે.

ડૉ. ગુલેરિયાના કહેવા પ્રમાણે, ‘એક વ્યક્તિ જેને હું ત્રણ મહિનાથી વધુ સમયથી જોઈ રહ્યો છું, તે મનોચિકિત્સાની સહાય લીધા છતાં હજી પણ સંપૂર્ણ રીતે સાજો થયો નથી’. પોસ્ટ-કોવિડ સમસ્યાઓ લક્ષણોના આધારે ત્રણ તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો તમને કોરોના વાયરસના સૌથી વધુ લક્ષણો છે, તો તમને ચાર અઠવાડિયા સુધી મુશ્કેલીઓ થશે, જો તમને ઓછા લક્ષણો હોય તો તમે ચારથી 12 અઠવાડિયા સુધી મનોચિકિત્સાની સહાય ચાલુ રાખી શકો છો. પરંતુ એવા દર્દીઓ પણ છે જે 12 અઠવાડિયાથી વધુ સમય સુધી ચેપના લક્ષણોથી પ્રભાવિત છે. આ ઘટના લોંગ કોવિડની છે.


એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એક 43 વર્ષીય ડોક્ટર અને 54 વર્ષીય ગૃહિણી કોરોના પછી ત્રણ મહિના સુધી તબીબી સારવાર લીધા પછી પણ માનસિક સમસ્યાઓમાંથી બહાર આવી શક્યા નથી. ડૉકટરો કહે છે કે લોંગ કોવિડથી પીડિત વ્યક્તિઓને સંભાળ પૂરી પાડવા માટે તમામ મોટી હોસ્પિટલોમાં પોસ્ટ-કોવિડ ક્લિનિક્સની (Post Covid Clinics) સ્થાપના કરવી જરૂરી છે. ડૉક્ટરો આ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા યોગ, કસરત કરવાનું સૂચન આપે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top