Dakshin Gujarat

આધુનિક બની પારડી પોલીસ : 11 બોડી વોર્ન કેમેરા લાગશે પોલીસના ખભે

પારડી : પારડી પોલીસ (pardi polis )માટે 11 બોડી વોર્ન (bodi vorn ) કેમેરા (cemera )ફાળવવામાં આવ્યા છે. આધુનિક(letest ) ટેક્નોલોજીથી (Teknoloji) જોડાઈને કામગીરીને (performance) પ્રમાણિક બનાવે તે માટે તાલીમ (Trning ) આપી 11 પોલીસ કર્મીઓને બોડી વોર્ન કેમેરા અપાયા છે

વિવિધ કામગીરી માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી

જે પોલીસ કર્મી પોતાના ડ્રેસ પર બોડી વોર્ન કેમેરા ફિટ કરી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન, પ્રોહિબિશન રેડ, પેટ્રોલિંગ સહિત ચેકિંગ કામગીરી કરશે. કેમેરામાં વિડીયો રેકોર્ડિંગ થતું હોવાથી પોલીસ સાથે બનતા ખોટા ઘર્ષણના બનાવોમાં રોકી શકાશે. પારડી પીઆઇ મયુર પટેલે જણાવ્યું હતું કે, પોલીસને 11 બોડી વોર્ન કેમેરા મળ્યા છે. પારડી પોલીસ પ્રોહિબિશન, બેંક, જ્વેલર્સ શો રૂમ વિઝિટ, પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ટ્રાફિક કંટ્રોલ જેવી કામગીરીમાં બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે, જેથી આ કેમેરા પુરાવા માટે સૌથી વધુ મજબૂત અને વિશ્વસનીય છે. વિડીયો રેકોર્ડિંગ સ્ટોરેજ સાથે લાઈવ સ્ટ્રીમીંગ કેમેરો પણ અપાયો છે. જેનું મોનિટરીંગ પારડી પોલીસ મથકે, જિલ્લામાં નેત્રમ ખાતે અને સ્ટેટ કંટ્રોલમાં થશે.

ત્રિનેત્ર પ્રોજેકટનો કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આરંભ કરાવ્યો હતો

ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિ. ખાતે ઈ કોપ અંતર્ગત ત્રિનેત્ર પ્રોજેકટનો કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આરંભ કરાવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાના સીસીટીવી કેમેરાનું નેટવર્ક ત્રિનેત્ર સાથે જોડાયા છે. આ સમારંભમાં વધુમાં શાહે ઈ ફરિયાદ સેવાનો પણ આરંભ કરાવ્યો છે. શાહે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે વર્ષોથી દેશભરમાં અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. ત્રિનેત્રથી CCTV કેમેરાનું રાજ્યવ્યાપી નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે. શાહે વધુમાં આ સમારંભમાં E FIR પોર્ટલનો આરંભ કરાવ્યો હતો. આ ઉપરાંત 10,000 બોડી વોર્ન કેમેરા, અન્ય ટેક્નિકલ સાધનો , એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કર્યા હતા.

રાજયમાં CCTV કેમેરાઓને પણ વધારવામાં આવ્યા હતા

આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે. રેલવે સ્ટેશન, ખાનગી સોસાયટીઓ, બંદરો, યાત્રાધામો સહિતના તમામ સ્થળો પર લાગેલા કેમેરાઓ ખાનગી હોય તો પણ તેઓની સાથે સંપર્ક કરી ટેકનોલોજીની મદદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સિસ્ટમ સાથે જોડવા જોઈએ. સમગ્ર કેમેરાઓનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે જ રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં રાજ્યના સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે. રાજ્યના કોઈપણ સ્થળે કોઈ ઘટના ઘટે છે ત્યારે ત્યાં તરત જ આપણું પોલીસ તંત્ર પહોંચી શકે તેવો કનેક્ટિવિટીનો વ્યાપ વધારવા તેમણે સુચન કર્યુ હતું.

આધુનિક પ્રોજેક્ટમાં ગુજરાત ભારતમાં પ્રથમ :શાહ

સમગ્ર દેશમાં આ પ્રકારની સેવાઓ આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય હતું. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પોલીસ અધિકારીઓની તાલીમમાં ખાસ કોમ્પ્યુટરની તાલીમ પણ ઉમેરવામાં આવી હતી. આજે ત્રિનેત્રની પરિકલ્પના સાકાર થઈ રહી છે તેની શરૂઆત પણ આપણે ઈ – કોપથી જ શરૂ કરી હતી. ઈ-એફ.આઇ.આરની સુવિધા પણ ઈ-કોપના સોફ્ટવેરમાં હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, આજે સમગ્ર દેશના ૯૬ ટકા જેટલા પોલીસ સ્ટેશન ઓનલાઇન થયા છે. ઇન્ડિયન સાયબર કોઓર્ડીનેશન સેન્ટરની પણ રચના કરવામાં આવી છે. આ તમામ અદ્યતન ટેકનોલોજી ભારત સરકારે ખરીદી છે. કોઈ રાજ્ય સરકારે આ ટેકનોલોજી અલગથી ખરીદવાની જરૂર નથી માત્ર કેન્દ્ર સરકાર પાસેથી એક્સટેન્શન લેવાની જરૂર છે.

પ્રોજેકની સાથે-સાથે આ પણ કરાઈ હતી જાહેરાત

વડાપ્રધાનએ ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત તમામ રાષ્ટ્રવાસીઓને તા.૧૩, ૧૪ અને ૧૫ ઓગષ્ટ દરમિયાન પોતાના ઘર ઉપર તિરંગો લહેરવવા અનુરોધ કર્યો છે. તેમણે ગુજરાતની જનતાને પીએમ મોદીની હાકલને ઝીલી લઈ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતનું કોઈ ઘર કે કોમ્પ્લેક્ષ તિરંગા વિના બાકી ન રહે તે માટે અપીલ કરી હતી. તિરંગો ઇ-કોમર્સ વેબાસાઈટ્સ અને પોસ્ટ ઑફિસમાંથી પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top