Dakshin Gujarat

કારેલીમાં છાણ બાબતે માલધારી અને મુસ્લિમ જૂથ વચ્ચે અથડામણ

પલસાણા: પલસાણાના (Palsane) કારેલી ગામે (Kareli village) રહેતા માલધારી સમાજના ઇસમ દ્વારા પોતાના ઢોરને દુકાન સામેથી લઇ જતી વખતે છાણ પડવાથી મુસ્લિમ સમાજના ઇસમ દ્વારા કરવામાં આવેલા ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં મામલો બીચક્યો હતો. અને મોડી રાતે પોલીસે સમયસૂચકતા દાખવી બંને સમાજના અગ્રણીઓને સાથે રાખતાં મામલો થાળે પડ્યો હતો. બંને પક્ષની સામસામે પોલીસ (Police) ફરિયાદ લઇ 15 જેટલા વ્યક્તિ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ત્રણ ઇસમે લાકડાના સપાટા તેમજ ઢીક્કામુક્કાનો માર માર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ટીમ્બલિયાવાસમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ભરત નાનુ ચોસલા (ઉં.વ.૩૦) (મૂળ રહે., નાવડા, તા.ધંધુકા, જિ.બોટાદ) ગત સાંજે તેમના ઢોરને લઇ ગંગાધરા ફાટક પાસે ક્રિષ્ણા સોસાયટી તરફ જવાના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે દુકાન આગળથી ઢોરને લઇ જવા બાબતે અને ઢોરનું પોદરું પડવાથી એક મુસ્લિમ ઇસમ સાથે બોલાચાલી થતાં ત્યાં મહોમદ કાશીમ ઉર્ફે કાલુ ઇશ્માઇલ શાહ, અલ્લાઉદીન ઉર્ફે અલ્લુ અબ્દુલ હનીફ શાહ, અહોમ્ન ઉમર અલ્લાઉદીન શાહ, અબુજર શાહ, બાબુભાઇ તેમજ સલામભાઇ શાહ તથા બીજા બેથી ત્રણ ઇસમે લાકડાના સપાટા તેમજ ઢીક્કામુક્કાનો માર માર્યો હતો. જેને લઇ તમામની સામે રાયોટિંગનો ગુનો પલસાણા પોલીસે દાખલ કર્યો હતો.

સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
બીજી તરફ મહોમ્મદ કાશીમ ઇસ્માઇલ શાહ સામા પક્ષે ભરત નાનુ ભરવાડ, મુન્નાભાઇ નાનુભાઇ ભરવાડ, વરજણભાઇ કામાભાઇ ભરવાડ, વજુભાઇ ખીમાભાઇ ભરવાડ, ગોપાલભાઇ વીભાભાઇ ભરવાડ, જેસીંગભાઇ મેરાભાઇ ભરવાડ, લાલાભાઇ મેપાભાઇ ભરવાડ, રેવાભાઇ મારૂભાઇ ભરવાડ તેમજ અન્ય બેથી ત્રણ ઇસમ સામે પોતાના મકાન ઉપર પથ્થરમારો કરી ભય ફેલાવવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પલસાણા પોલીસે બંને પક્ષની સામસામે રાયોટિંગની ફરિયાદ લઇ આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

લિસ્ટેડ બુટલેગરના ઘર ઉપર મથ્થરમારો થતાં મામલો ગરમાયો
માલધારી સમાજના ઢોરને લઇ જતી વેળાએ થયેલા સામાન્ય ઝગડાએ ગત મંગળવારે રાત્રિના સુમારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કારેલી ગામે ફાટકની બાજુમાં રહેતા લિસ્ટેડ બુટલેગર સલામ અને કલામના ઘર ઉપર પણ રાત્રિના અંધકારમાં પથ્થરમારો થયો હતો. જેને લઇ પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન થયું હતું. તેમજ દુકાન આગળની લારીને પણ નુકસાન થયું હતું. જેના કારણે મામલો વધુ બિચક્યો હતો.

Most Popular

To Top