Dakshin Gujarat

પલસાણાના બગુમરામાં પોલીસે ઝેરોક્ષની દુકાનમાં પિસ્તોલ ખરીદતા બેને ઝડપી લીધા

પલસાણા: પલસાણા (Palsana) તાલુકા વિસ્તારમાં સુરત ગ્રામ્ય એલીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, બગુમરા ગામે એક ઝેરોક્ષની દુકાનમાં (Xerox Shop) બે ઇસમ ભેગા થયા હતા, જેમાંથી એક ઇસમ પાસેથી અન્ય ઇસમ પિસ્તોલ (pistol) ખરીદવાનો હોવાની બાતમી મળતાં પોલીસે (Police) બંને ઇસમને પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા હતા.જયારે અન્ય એક રાજેસ્થાની યુવકને વોન્ટેડ જાહેર કરીને પોલીસે વધુ તાપસ શરુ કરી છે.

  • બગુમરા ગામે એક ઝેરોક્ષની દુકાનમાં બે ઇસમ ભેગા થયા હતા
  • ઝેરોક્ષની દુકાનમાં આરોપીઓ પિસ્તોલ વેચવા માટે આવ્યા હતા
  • એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે

બે ઇસમોં ઝેરોક્ષની દુકાનમાં હાજર હોવાની બાતમી પોલીસને મળી હતી
મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ ગત ગુરુવારે પલસાણા પોલીસમથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના જોળવા ગામે રહેતા નરેન્દ્રસિંગ સેલસિંગ રાવણા રાજપૂત ગેરકાયદે પિસ્તોલ લઇ પલસાણાના બગુમરા ગામે સાસ્વત આર્કેડમાં આવેલી આર.પી.એમ. ઝેરોક્ષની દુકાન ચલાવતા ચંદનસિંગ સુબેદારસિંગને વેચાણ કરવા આવે છે. અને બંને ઇસમ ઝેરોક્ષની દુકાનમાં હાજર છે. જે બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતાં પિસ્તોલ નંગ-1 કિંમત ૨૫ હજાર, જીવતા કારતુસ નંગ-4 કિંમત 800 રૂપિયા, મોબાઇલ નંગ-3 કિંમત 40 હજાર તથા રોકડા રૂ.32 હજા૨ મળી કુલ 97,800 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.

એક આરોપીને પોલીસે વેન્ટેડ જાહેર કર્યો હતો
ચંદનસિંગ સુબેદારસિંગ (રહે., બગુમરા, ગોલ્ડન પોઇન્ટ, મૂળ રહે., આઝમગઢ, ઉત્તરપ્રદેશ) અને નરેન્દ્રસિંગ સેલસિંગ રાવણા રાજપૂત (રહે., હરેક્રિષ્ણા સોસાયટી, બગુમરા, મૂળ રહે., રાજસ્થાન)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે પિસ્તોલ તેમજ જીવતા કારતુસ પૂરા પાડનાર કૃણાલભાઇને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

પલસાણામાં ઘરમાં મોબાઇલ ચોરનારા ઝડપાયા
પલસાણા: પલસાણા પોલીસ શુક્રવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, 4 રીઢા ચોર પલસાણાસ્થિત ભીંડી બજારમાં ચોરીનો મુદ્દામાલ વેચવા આવ્યા છે. જેના આધારે પલસાણા પોલીસે વોચ ગોઠવી 4 ઇસમને ઝડપી પાડી બે ઘરફોડ ચોરી તેમજ છેલ્લા 1 વર્ષમાં 20થી વધુ મોબાઇલની ચીલઝડપ કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેમની પાસેથી 2.33 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top