Vadodara

ચોમાસા પહેલાં જર્જરિત ઇમારતોને માત્રનોટીસ આપીને પાલીકા તંત્રએ સંતોષ માન્યો

વડોદરા: ચોમાસુ દ્વાર ઉપર આવીને ઉભું છે અને હવે આગામી થોડા જ સમયમાં ચોમાસુ શરુ થાય તેવા એંધાણ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના ચાર ઝોનમાં જે જર્જરિત ઇમારતો છે તેને ઉતારી લેવા અથવા તો તેને સમારકામ કરવા માટેની નોટિસ પાલિકા દ્વારા બજવવામાં આવી છે. શહેરમાં ચાર ઝોનમાં કુલ 1012 ઈમારતોના માલિકોને આવી નોટિસ પાઠવવામાં આવી છે.

વડોદરા એ એક ઐતિહાસિક નગરી છે અને તેના કારણે અનેક જૂની ઇમારતો આ શહેરમાં આવેલી છે. આ પૈકી કેટલીક ઇમારતો અત્યંત જર્જરિત હાલતમાં છે જે જોખમી સાબિત થઇ શકે છે. આગામી સમય ચોમાસાનો સમય છે ત્યારે આવી ઇમારતો ગમે ત્યારે પડી શકે છે અથવા તો આવી ઇમારતોનો કેટલોક હિસ્સો પણ પડી શકે છે જે જાનમાલનું નુકસાન પહોંચાડી શકે છે. પાલિકા દ્વારા આવી ઈમારતોને શોધી તેના માલિકોને નોટિસ પાઠવી છે. શહેરમાં ચાર ઝોનમાં આવી ઇમારતોને શોધવામાં આવી છે. ને તેના માલિકોને તાત્કાલિક ધોરણે ઇમારતને ઉતારી લેવા અથવા તો તેના સમારકામ માટે સૂચના આપવામાં આવી છે. શહેરમાં કુલ 1012 માલિકોને આવી નોટિસ પાઠવવામાં આવી છે.

કોઈ જાનહાની ન થાય તે માટે પગલાં
જૂની ઇમારતો કે જે અત્યંત જર્જરિત અવસ્થામાં છે અને જોખમી છે તેને ઉતારી પાડવા માટે સૂચના આપવામાં આવી છે ઉપરાંત જે ઇમારતોનું સમારકામ થઇ શકે તેમ હોય તેને સમારકામ માટે સૂચના આપવામાં આવી છે. – પરેશ પટેલ, નોડલ ઓફિસર

Most Popular

To Top