જાહેરમાં ટ્રમ્પ વચ્ચે મધ્યસ્થતા અને ગુપ્ત રીતે ઈરાનના ફાઈટર જેટ્સને આશ્રય આપ્યાનો દાવો
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે Pakistan ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા અને Iran વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને જાહેરમાં Donald Trump સરકાર અને ઈરાન વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી, પરંતુ ગુપ્ત રીતે ઈરાનના સૈન્ય વિમાનોને પોતાના એરબેઝ પર આશ્રય પણ આપ્યો હતો. આ ખુલાસા બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અહેવાલ મુજબ, અમેરિકન અધિકારીઓના હવાલાથી એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના કેટલાક સૈન્ય વિમાનોને સંભવિત અમેરિકી હુમલાથી બચાવવા માટે પાકિસ્તાનના એરબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ત્યારે બની હોવાનું કહેવાય છે જ્યારે પાકિસ્તાન જાહેર મંચો પર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો કરાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
તાજેતરના અઠવાડિયામાં Pakistan એ પોતાને એક “શાંતિ દૂત” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાની પ્રધાનમંત્રી Shehbaz Sharif અને સેનાપ્રમુખ Asim Munir દ્વારા અમેરિકા અને ઈરાન બંને સાથે સતત વાતચીત કરવામાં આવી હતી. Trump પ્રશાસન દ્વારા પણ જાહેરમાં સ્વીકારવામાં આવ્યું હતું કે પાકિસ્તાને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે સામે આવેલા અહેવાલે પાકિસ્તાનની નિષ્પક્ષતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આ દાવા સાચા સાબિત થાય તો પાકિસ્તાન એક તરફ અમેરિકા સાથે મધ્યસ્થતા અને બીજી તરફ ઈરાનને સૈન્ય સહાય જેવી દ્વિધારી નીતિ અપનાવી રહ્યું હતું. જેના કારણે વોશિંગ્ટન અને ઈસ્લામાબાદ વચ્ચેના સંબંધોમાં પણ તણાવ આવી શકે છે.અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ છે કે પાકિસ્તાન લાંબા સમયથી Saudi Arabia, China, America અને Iran જેવા દેશો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક તરફ તેને અમેરિકા સાથે વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોની જરૂર છે તો બીજી તરફ ઈરાન સાથેની સરહદ અને પ્રાદેશિક રાજકારણને ધ્યાનમાં રાખીને તે સંપૂર્ણ રીતે કોઈ એક પક્ષ સામે જવા માંગતું નથી.
તાજેતરના યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન Strait of Hormuz ને લઈને તણાવ વધી ગયો હતો. તે સમયે પાકિસ્તાને ceasefire પ્રસ્તાવ મૂક્યો હતો અને બંને દેશોને વાટાઘાટો માટે Islamabad આવવાનું આમંત્રણ આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનની મધ્યસ્થતાથી થોડાક સમય માટે તણાવ ઓછો કરવામાં સફળતા મળી હતી. એટલુજ નહી વિદેશ નીતિના નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાન હવે પોતાને માત્ર દક્ષિણ એશિયાનો દેશ નહીં પરંતુ મધ્ય પૂર્વની રાજનીતિમાં મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરવા માંગે છે. જોકે ઈરાનના વિમાનોને આશ્રય આપવાના આક્ષેપો તેની “ન્યુટ્રલ” છબીને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને અમેરિકા અને પશ્ચિમી દેશો આ મુદ્દાને ગંભીરતાથી લઈ શકે છે.
સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો પાકિસ્તાનની નીતિને “ડબલ ગેમ” કહી રહ્યા છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે પ્રદેશમાં શાંતિ જાળવવા માટે પાકિસ્તાન બંને પક્ષો સાથે સંબંધો જાળવી રાખવા મજબૂર છે.
હાલ સુધી પાકિસ્તાન સરકારે આ અહેવાલો પર સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. જોકે આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં આ મુદ્દો હવે ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે. જો આગામી દિવસોમાં આ દાવાઓને વધુ પુરાવા મળે તો મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાની રાજનીતિમાં તેની મોટી અસર જોવા મળી શકે છે.