World

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મીના હેલિકોપ્ટરમાં સવાર લેફ્ટનન્ટ જનરલ સહિત 6 અધિકારીઓના મોત

પાકિસ્તાન: પાકિસ્તાની (Pakistan) સેનાનું એક હેલિકોપ્ટર (Helicopter) સોમવારે બલુચિસ્તાનમાં (Baluchistan) દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટરનો કાટમાળ લાસબેલા જિલ્લાના મુસા ગોથ પાસે મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં સેનાના 6 અધિકારીઓના મોત થયા છે, જેમના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ પ્રાંતમાં પૂર આવ્યું છે અને તેના રાહત અભિયાનમાં આ હેલિકોપ્ટરને કામે લગાડવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ હેલિકોપ્ટરમાં પાકિસ્તાની સેનાના બે સિનિયર કમાન્ડર સહિત છ લોકો સવાર હતાં. હેલિકોપ્ટરે ઉત્થલ વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. આ હેલિકોપ્ટર કરાંચીના મસરુર જઇ રહ્યું હતું. મસરુરમાં પાકિસ્તાની સેનાનું એરપોર્ટ છે. તે દરમિયાન તેનો સંપર્ક કપાઇ ગયો હતો. ખરાબ હવામાનને કારણે અકસ્માત થયો હોવાની જાણકારી મળી આવી છે.

  • પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું
  • બલુચિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું
  • પૂરગ્રસ્ત વિસ્કતારમાં મદદ માટે મોકાલ્યું હતું
  • લેફ્ટનન્ટ જનરલ સહિત 6 અધિકારીઓના મોત
  • પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર પર્વતમાળા વિસ્તાર ગણાતા લસબેલામાં સસ્સી પન્નુ નામના સ્થળ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ISPRના મહાનિર્દેશક (DG) એ ટ્વીટ કર્યું કે, લાસબેલા જિલ્લાના મુસા ગોથ ખાતે હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે. જેમાં લેફ્ટનન્ટ જનરલ સરફરાઝ અલી સહિત તમામ 6 અધિકારીઓ અને જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે દેશ પાકિસ્તાન સેનાના લેફ્ટનન્ટ જનરલ સરફરાઝ અલી અને અન્ય 5 અધિકારીઓની શહાદતથી દેશ ખૂબ જ દુઃખી છે. તેઓ પૂરગ્રસ્તોને રાહત આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યા હતા. દેશ હંમેશા આ સપૂતોનો ઋણી રહેશે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. વિમાનમાં સવાર તમામ 6 અધિકારીઓ શહીદ થયા છે. શહીદોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના અને પ્રાર્થના.

Most Popular

To Top