World

પાકિસ્તાનની મદદ કરી રહેલી IMFની ટીમે મૂકી એવી શરતો કે પાકિસ્તાનની હાલત વઘુ ખરાબ થઈ

નવી દિલ્હી: એક તરફ પાકિસ્તાનમાં (Pakistan) મોંધવારી ઘટવાનું નામ નથી લઈ રહી. દેશ ચલાવા માટે પૈસા નથી. વિદેશી મૂડીથી પણ કંઈક વધારે દિવસો નીકળી શકે એમ નથી ત્યાં હવે ફરીવાર પાકિસ્તાન સામે નવી મુશ્કેલી આવીને અટકી છે. પાકિસ્તાન પાસે હવે IMFની મદદ લેવા સીવાય બાકી કોઈ રસ્તો બચ્યો નથી ત્યારે હવે એક નવી મુશ્કેલી તેની સામે આવીને અટકી છે. જાણકારી મુજબ IMF બેલઆઉટ પેકેજ ઉપર પાકિસ્તાન સાથે ચર્ચા કરી રહ્યું છે. તેણે પાકિસ્તાનને મદદ કરવાની હા તો પાડી છે પરંતુ તેની સામે એવી શરત (Conditions) મૂકી છે જેણે પાકિસ્તાનની હાલત ખરાબ કરી દીધી છે.

જાણકારી મુજબ IMFની ટીમ આ અઠવાડિયે મંગળવારના રોજ પાકિસ્તાન પહોંચી હતી. તે પાકિસ્તાનને 7 અરબ ડોલરની લોન આપવા માટે પાકિસ્તાન સાથે ચર્ચા વિચારણા કરી રહ્યું છે. આ સાથે ટીમ 9 ફેબ્રુઆરી સુધી પાકિસ્તાનના નાણા મંત્રી તેમજ તેમની ટીમ સાથે મળી પોતાની શર્તો લાગુ કરાવવા માટે ચર્ચા કરશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે IMFની ટીમ સાથે ચર્ચા કરતા તેમજ તેઓની શર્તો સાંભળતા પાકિસ્તાનની હાલત કફોળી થઈ ગઈ છે. પાકિસતાનમાં મોંધવારી ચેમજ ત્યાંનુ ચલણ ઐતિહાસિક સ્તરે નીચલા સ્તરે આવીને અટક્યો છે. ત્યાં પેટ્રોલિયમ પેદાશો ઉપર 16 ટકાનો તેમજ રાંધણગેસની કિંમતમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે શાહબાજ શરીશ ચિંતિત થઈ ગયાં છે. તેઓએ જણાવ્યું કે પાકિસ્તાન પાસે IMF બેલઆઉટ પેકેજને સ્વીકારવા સીવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

તેઓએ કહ્યું જો દેશ IMF પ્રોગ્રામને સ્વીકારશે તો તે ડિફોલ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે અમારી હાલત ખૂબ જ ખરાબ છે. IMFની જે શર્તો અમે સ્વીકારી છે તેના કારણે અમે દેશની જે સ્થિત થશે તેની અમે કલ્પના પણ કરી શકતા નથી. સૂત્રો પાસેથી જાણકારી મુજબ પાકિસ્તાનના નિષ્ણાંતોનું માનવું છે કે IMFની મદદ દ્વારા પાકિસ્તાનની સ્થિત સુધરી જ જશે તેવું માનવું ખોટું છે. કારણે કે પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતને સુઘારવી હશે તો બદલાવ લાવવા પડશે.

IMFની મદદ માટે આ શરતો મૂકી હતી. આ શરતોમાં કર વધારવો, ભ્રષ્ટાચાર સામે નિર્ણાયક પગલાં લેવાનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના આ નિર્ણય બાદ એવી સંભાવના છે કે તેને ટૂંક સમયમાં IMF પાસેથી મદદ મળી શકે છે. પરંતુ જો પાકિસ્તાન ડિફોલ્ટ થાય તો શું…!  પાકિસ્તાની આર્થિક નિષ્ણાતોના મતે પાકિસ્તાન ડિફોલ્ટ થવાની શક્યતા ઘણી ઓછી છે.

જો પાકિસ્તાન ડિફોલ્ટ કરશે સરકાર માટે આ ઈમરજન્સી હશે અને તેઓ વર્તમાન પરિસ્થિતિને સમજવાનો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. ધિરાણ આપનારા દેશો અને સંસ્થાઓ લોન અથવા સમર્થનના કદ પર પાકિસ્તાન પ્રત્યેના તેમના અભિગમ પર કામ કરવાનું શરૂ કરશે. ધંધા-રોજગાર બંધ થવાને કારણે નોકરીઓમાં મોટો કાપ આવશે, જેને આર્થિક મંદીની શરૂઆત માનવામાં આવશે. આયાત અટકી જશે, વિકાસ ભંડોળ પ્રતિબંધિત, આવશ્યક જાહેર ક્ષેત્રના ખર્ચમાં કાપ, વ્યવસાય બંધ અને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં મોટા પાયે છટણી સાથે આર્થિક મંદી પ્રથમ મહિનામાં તેની અસર બતાવવાનું શરૂ કરે તેવી સંભાવના છે. અનિશ્ચિતતાને કારણે, ઘણા નાગરિકો તેમની બચત અને રોકાણને બેંકિંગ અને નાણાકીય સિસ્ટમમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાનની જીડીપીમાં નોંધપાત્ર ઘટાડો થશે.

પાકિસ્તાનની મુસીબત 2022માં ત્યારે શરૂ થઈ જ્યારે સરકારે જંગી બજેટ રજૂ કર્યું. પાકિસ્તાન સરકારને વિશ્વાસ હતો કે આ બજેટ તેની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે પરંતુ આ દાવ પાછો ફર્યો. તેમણે કહ્યું કે ગયા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ખૂબ જ સારી સ્થિતિમાં હતો અને તે દરમિયાન જો તેણે IMFના બેલઆઉટ પેકેજ માટે પ્રયાસો તેજ કર્યા હોત તો આટલી ખરાબ સ્થિતિ ન આવી હોત.

Most Popular

To Top