Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા:

જાન્યુઆરી માસમાં ઘટેલી ગોઝારી ઘટનામાં 14 નિર્દોષોના જીવ હોમાયા હતા. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધીને આ ઘટના પાછળ જવાબદાર એવા 20 આરોપીઓની અટકાયત કરી હતી અને તેઓને જેલ ભેગા કર્યા હતા. જેમાં તમામ આરોપીઓ દ્વારા અગાઉ કોઈના કોઈ કારણોસર જામીન અરજી મૂકવામાં આવી હતી. પરંતુ નીચલી અદાલત દ્વારા એટલે કે વડોદરાની કોર્ટ દ્વારા તે જામીન અરજીને ફગાવી દેવામાં આવી હતી. 20 આરોપી પૈકી ચાર મહિલા આરોપીઓએ પોતાની અરજી નીચલી કોર્ટમાં નામંજુર થતા તેઓએ ઉપલી કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરી હતી જે હાઇકોર્ટે મંજૂર કરી હતી જેમાવડોદરા કોર્ટ દ્વારા નામંજૂર થયેલી જામીન અરજીને હાઇકોર્ટે મંજૂરી આપી હતી જેના કારણે ચાર મહિલા આરોપીઓ એવા તેજલ દોશી, નેહા દોશી, નૂતન પરેશ શાહ અને વૈશાખી શાહના જામીન મંજૂર થયા હતા.

To Top