રજાનો દિવસ હતો, પણ રીના ઘરનાં કામો અને જીવનના ઉતાર-ચઢાવથી બહુ કંટાળીને નાસીપાસ થઈ ગઈ હતી.સવારે વહેલી ઊઠીને કામે લાગતી તે રાત...
નવી દિલ્હી: ટાટા ગ્રૂપની (Tata Group) માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના (Air India Express) 100 થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ ગઇ કાલે મંગળવારે...
વડોદરા તા. 9લોકસભાની ચૂંટણી પત્યા બાદ બુટલેગર ફરી સક્રિય બન્યા અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવાનું શરૂ કર્યું છે.વિદેશી દારૂ ભરેલી ગાડી...
સ્વાસ્થ્ય અંગેની સભાનતાના વર્તમાન યુગમાં હવે લોકો શુદ્ધ, સાત્ત્વિક અને પૌષ્ટિક આહાર પસંદ કરતાં થયાં છે. પણ પોતે લે છે એ ખોરાક...
સામાન્ય પ્રવાહમાં જિલ્લાનું કુલ 87.43 ટકા પરિણામ નોંધાયું– અલિન્દ્રા કેન્દ્રનું સૌથી વધુ 95.37 ટકા પરિણામ અને ડાકોર કેન્દ્રનું સૌથી ઓછું 73.21 ટકા...
‘ગુજરાતમિત્રની’ ચર્ચાપત્રની કોલમમાં હમણાં-હમણાં સિનિયર સિટિઝન્સની સંસ્થાઓના વહીવટ તેમજ આર્થિક બાબતોને વાચા આપેલ છે. જેના અનુસંધાનમાં સુરત શહેરમાં છેલ્લાં 27 વર્ષોથી સુપ્રીમ...
હમણાં હમણાં આપણાં દરિયાઇ પોલીસ દળો દરિયામાંથી કરોડો રૂપિયાનાં નશીલાં દ્રવ્યો પકડતું રહ્યું છે. માટે એ સર્વે દળોને ખરેખર અભિનંદન અને ધન્યવાદ...
અરુચિ એટલે રુચિનો અભાવ. ભૂખનો અભાવ. ક્યારેક અજીર્ણ, તાવને કારણે ખાવાની ઈચ્છા થતી નથી અથવા આ સ્થિતિમાં અન્ન જોઈને કંટાળો આવતો હોય...
સુરત કોટ વિસ્તારની શેરીએ શેરીએ ભાજપનાં કેસરિયા કાર્યકરો કાર્ય કરતાં આવેલાં છે. તળ સુરતના અમુક વિસ્તારો વર્ષોથી ભાજપના ગઢ કહેવાય છે. ભાજપના...
*છેલ્લી ત્રણ ચૂંટણીની મતદાનની પેટર્ન જોતા ભાજપને 70 ટકાથી વધુ અને કૉંગ્રેસને 25 ટકાની આસપાસ મત મળતાં રહ્યાં છે, જો આ પેટર્નનું...
હવેલીમાં ગેરકાયદેસર કાચબા પણ રાખવામાં આવ્યા હોવાનો કાર્યકરનો દાવો, વન વિભાગે તપાસ શરૂ કરી વડોદરા:વડોદરામાં માંડવી વિસ્તારમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીના કલ્યાણ રાયજી મંદિર...
મૂળ બોરસદના યુવકની છ મહિના પહેલા જ સગાઈ થઇ હતી મૂળ બોરસદનો યુવક વડોદરા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે ફરજ...
માર્કશીટ માટે પરીક્ષાર્થીઓને એક દિવસની રાહ જોવી પડશે ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા પત્ર જારી...
વડોદરા શહેરમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો. કરોળિયા રોડ સાંઈનાથ સોસાયટી નજીક માથાભારે તત્વો દ્વારા એક દુકાનદારને ડંડાના ઘા ઝીંકી માર મારવામાં આવ્યો....
ગાંધીનગર: છેલ્લાં એક અઠવાડિયાથી આખાય રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને ક્યારનો વટાવી ચૂક્યો છે. હવે તો ચામડી...
નવી દિલ્હી: ભારતીયોના દેખાવ સાથે જોડાયેલા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે ભરાયા છે. પિત્રોડાના નિવેદનને...
સુરત: કાળ ક્યારે કોનો ભોગ લઈ લે તે કોઈ કહી શકે તેમ નથી. આવી જ એક ઘટના સુરતના પુણા પાટિયા વિસ્તારમાં બની...
સુરત: થોડા સમય પહેલાં શહેરના લાલગેટ વિસ્તારમાંથી પકડાયેલા 1 કરોડની કિંમતના 1 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં સુરત એસઓજી પોલીસે મુંબઈ જઈ વેશપલટો...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આગામી T20 વર્લ્ડ કપ 2024માં (T20 World Cup 2024) નવી ડીઝાઇનની જર્સી (Jersey) પહેરશે....
ડભોઇ ની યુવતી કરનાળી કુબેર ભંડારી મંદિરે દર્શન કરી મિત્રો સાથે સ્કોર્પિયો કાર માં ડભોઇ પરત આવી રહી હોય તે અરસામાં ડભોઇ...
નવી દિલ્હી: આબકારી દારૂ નીતિ કૌભાંડ (Excise liquor policy scam) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ...
વડોદરા: જાન્યુઆરી માસમાં ઘટેલી ગોઝારી ઘટનામાં 14 નિર્દોષોના જીવ હોમાયા હતા. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધીને આ ઘટના પાછળ જવાબદાર એવા 20 આરોપીઓની...
સુરત: કોવિશિલ્ડ વેક્સીન (Covishield vaccine) બનાવનાર બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) વિશ્વભરમાંથી તેમની રસીનો સ્ટોક પાછો ખેંચી લીધો છે. કોરોના વાયરસથી રક્ષણ...
માંડવી સબ ડિવિઝનમાં આવતા હરણી સહિતના વિસ્તારોના લોકો ગરમીથી ત્રાહિમામ કલાકો બાદ વીજ પુરવઠો કાર્યરત થતા લોકોએ રાહત અનુભવી ( પ્રતિનિધિ )...
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં (Delhi Liquor Policy Case) CBI અને ED બંનેના કેસમાં દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ...
ચોમાસા પહેલા ટ્રી કટિંગ કામગીરી શરૂ કરાઇ વડોદરા પાલિકાના ત્રણ હજારથી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હતા. ચૂંટણી બાદ પાલિકા એકશન...
કોઝિકોડ: અમેરિકામાં કોરોનાના ફ્લર્ટ વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે વિશ્વભરમાં ફરી કોવિડનો ખતરો મંડરાઈ રહ્યો છે. દરમિયાન ભારતના કેરળમાં...
નવી દિલ્હી: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ઈન્હેરિટન્સ ટેક્સ (વારસાગત કર) બાદ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પિત્રોડાનો એક વીડિયો...
નવી દીલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) ચોથા તબક્કા માટે પીએમ મોદી (PM Modi) હાલ તોફાની પ્રચાર કરી રહ્યા છે....
હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો જમીન પર ચક્કર ખાઇ ઢળી પડતા હોય છે ત્યારે જો આટલી ઉંચાઇથી કોઇને ગરમીમાં ચક્કર આવે...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
રજાનો દિવસ હતો, પણ રીના ઘરનાં કામો અને જીવનના ઉતાર-ચઢાવથી બહુ કંટાળીને નાસીપાસ થઈ ગઈ હતી.સવારે વહેલી ઊઠીને કામે લાગતી તે રાત સુધી કામ ચાલતાં જ રહેતાં.ઘરનાં અને બહારનાં કામ ,પોતાની નોકરી ,બાળકો, બધું જ તે સંભાળતી હતી.સતત એકધારું ..વર્ષોથી કોઈ પણ બ્રેક વિના…પોતાનાં શું સપનાં હતાં તે પણ તે ભૂલી ગઈ હતી.આજે ઘરમાં તે એકલી હતી અને તેને સતત નકારાત્મક વિચારો આવી રહ્યા હતા કે ‘જીવનમાં આટલું વૈતરું કર્યું, પણ ક્યાંય આગળ વધી શકી નહિ ..મેં આવું જીવન તો વિચાર્યું ન હતું …મારાં સપનાં તો પૂરાં થયાં જ નહિ ….’આવા આવા વિચારોથી ઘેરાયેલી હતી.કંઈ કામ કરવાનું મન થતું ન હતું .
દરવાજા પર ડોરબેલ વાગી અને બાજુમાં રહેતી શ્વેતા નવો ફેન્સી ડ્રેસ પહેરીને આવી અને પૂછ્યું, ‘કેવો લાગે છે મારો ડ્રેસ ..’ રીનાનો મૂડ સારો ન હતો, છતાં સારું લગાડવા બોલી, ‘સરસ લાગે છે કયાં જાય છે?’ શ્વેતાએ કહ્યું, ‘ક્યાંય નહિ.રવિવાર છે મૂડ થયો એટલે પહેરી લીધો..તારો મૂડ કૈંક ડાઉન લાગે છે!! વાંધો નહિ હું છું ને..’ આટલું કહી શ્વેતા, રીનાને અંદર તેના રૂમમાં લઇ ગઈ અને કહ્યું, ‘તું મારી જેમ તને ગમતું કૈંક ફેન્સી પહેરી લે.હું કોફી બનાવું છું.
ઘરમાં જ કોફી હાઉસની મજા માણીએ.’ કોફીની સુગંધથી ઘર મ્હેકી ઊઠ્યું…રીના ડ્રેસ ચેન્જ કર્યા વિના બહાર આવી,ટેબલ પર બે કોફીના મગ સ્માઇલી સાથે તૈયાર હતા.રીના આછું હસતાં બોલી, ‘વાહ આજે મારા માટે કોઈએ કોફી બનાવી, બાકી હું જ બધા કામ કરતી રહું છું.’ શ્વેતા બોલી, ‘અરે તું તૈયાર ન થઇ…ચલ વાંધો નહિ…મુડ સારો કર ..હસીને કોફી પી ..આપણે હસીશું તો ..ખુશ રહીશું ..ખુશ રહીશું તો મૂડ સારો થશે.’ રીનાએ કોફીનો મગ હાથમાં લીધો પણ બોલી, ‘બોલવું સહેલું છે ..હંમેશા સકારાત્મક રહો ..ખુશ રહો ..હસતા રહો …પણ હંમેશા તે શક્ય હોતું નથી.’
શ્વેતા બોલી, ‘બરાબર છે તારી વાત ..આપણી પર એટલા બધા કામની જવાબદારીઓ હોય છે કે કયારેક તન અને મન થાકે જ છે…તારો મુડ શું કામ નથી સારો તે પૂછી મારે ફરી ફરી તને તારો મૂડ ખરાબ કરતી વાતો યાદ નથી કરાવવી.નકારાત્મક બાબતો અને વિચારોથી દૂર રહેવું બહુ જરૂરી છે.’ રીના ફરી બોલી, ‘જીવનમાં જે હકીકત હોય તે સ્વીકારવી જ પડે તે નકારાત્મક હોય તો પછી નકારાત્મક વિચારો જ આવે ને….એમ કહેવાથી કે નકારાત્મક ન વિચારો ..સકારાત્મક રહો ..ખુશ રહો બધું બરાબર નથી થઈ જતું.’
શ્વેતા ઊભી થઇ અને રીનાને વ્હાલથી ભેટીને બોલી, ‘તને કયા વિચારો હેરાન કરે છે મને નથી જાણવું પણ તું મારી વાત જાણી લે અને સમજી લે કે સકારાત્મક રહેવું એટલે હંમેશા ખુશમિજાજમાં હસતાં રહેવું એ જરૂરી નથી, પણ ચારે બાજુથી નકારાત્મકતા ઘેરી લે તેવા અઘરા અને કપરા દિવસોમાં ..થાકીને ..કદાચ હારીને …આંખોમાં આંસુ સાથે પણ એમ વિચારવું કે હજી કૈંક સારું ચોક્કસ થશે એટલી સકારાત્મકતા તો આપણે રાખવી જ પડશે.’ શ્વેતાની વાતોએ રીનાના વિચાર બદલી મૂડ સુધારી નાખ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.