Top News

More Posts

   The Latest

Most Popular

રાજકોટની ઘટના બાદ પણ ટેસ્ટ ઓફ વડોદરા ધમધમતું રહ્યું, તંત્ર ક્યારે જાગશે?

વડોદરા: રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટના બાદ મ્યુ. કમિશનરની સૂચનાથી શહેરના વિવિધ ગેમ ઝોન બંધ કરવાના આદેશ કરાયા હતા. શહેરમાં વિવિધ સ્થળે ચાલી રહેલા મેળાઓમાં પણ પોલીસ અને ફાયરની ટીમો પહોંચી હતી. જોકે, શહેરના સૌથી વિવાદસ્પદ ટેસ્ટ ઓફ વડોદરા રાતે દશ પછી પણ ધમધમતું રહ્યું હતું. અહી ફાયર સહિતની મંજૂરીઓ લેવાઈ છે કે કેમ તે બાબતે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકોના ભારે વિરોધ છતાં અહીંના સંચાલકો સામે કોઈ પગલાં લેવાયા નથી. કોઈ મોટા માથાના દબાણ હેઠળ પોલીસ અને સ્થાનિક તંત્ર કામ કરી રહ્યા હોય તેવી છાપ ઉપસી છે. આવતીકાલથી આ ટેસ્ટ ઓફ બરોડા બંધ કરાવવામાં આવે એવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.

To Top