બૈજિંગ: ચીની પ્રમુખ (China president) ઝિ જિનપિંગે (Jin ping) લ્હાસામાં ટોચના લશ્કરી અધિકારી (Army officer)ઓ સાથેની બેઠક દરમ્યાન તિબેટ (Tibet)માં લાંબા ગાળાની...
નવી દિલ્હી : સીબીઆઈ (CBI)એ શનિવારે બંદૂક લાઇસન્સ રેકેટ (gun scandle)ની તપાસ કરી હતી કે જમ્મુ-કાશ્મીર (J & K)ના ઘણા જિલ્લા મેજિસ્ટ્રેટ્સે હથિયારોના...
પીએમ નરેન્દ્ર મોદી (Pm modi) આજે સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ (Radio program)’ મન કી બાત’ (Man ki bat) દ્વારા રાષ્ટ્રને...
સુરત: શહેરમાં છેલ્લા પખવાડિયાથી વાયરલ ઇન્ફેક્શન (Viral infection) અને શંકાસ્પદ કોરોના (corona)ના લક્ષણો ધરાવતા કેસોની સંખ્યા વધી ગઈ છે. નવી સિવિલ હોસ્પિ....
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce)ના પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા (Mansukh mandaviya), દર્શના જરદોશ (Darshna jardosh), સ્મૃતિ ઇરાની...
સુરત :કતારગામ (Katargam)માં રહેતા આધેડને આઇડીએફસી બેંક (IDFC bank)માંથી 4.70 લાખની લોન (Loan) પાસ (approve) કરાવી આપી, મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ (Application download)...
સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતા અને અમરોલીમાં હોસ્પિટલ ધરાવતા ડેન્ટીસ્ટ (Dentist)ની પ્રેમલીલાનો વિડીયો (Video) તેમના વોટ્સએપ (Whats app) ઉપર મોકલીને 10...
રાજ્યની ભાજપ સરકારે મે, જુન-2021 દરમિયાન રાજ્યના કુલ 71 લાખ NFSA કાર્ડ ધારકોને 2.39 લાખ મેટ્રિક ટન ઘઉં અને 1.03 લાખ મેટ્રિક...
ચકચારભર્યા વડોદરા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટરની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સ્વીટી પટેલની હત્યા પતિ પોલીસ ઇન્સ્પેક્ટર...
રાજ્યમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 8, વડોદરા મનપા અને ગાંધીનગર ગ્રામ્યમાં 4-4,...
સુરત: (Surat) ઉકાઈ ડેમ (Ukai Dam) અને હથનુર ડેમના ઉપરવાસમાં ગત બે દિવસમાં પડેલા વરસાદથી (Rain) હથનુર ડેમમાંથી 1.37 લાખ ક્યુસેક પાણી...
અમદાવાદ: (Ahmedabad) કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેન્ટ થવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ કલ્યાણ બાગ પાસેની ડી.પી.માં જમ્પર બદલવા ગયેલા 3 કર્મચારીઓ પૈકી એકને કરંટ (Electric current) લાગ્યો હતો. જોકે તેને ત્વરિત...
ભરૂચ: (Bharuch) ભાડભૂત બેરેજ (Barrage) યોજના તૈયાર થતા દહેજથી હાંસોટ થઈને સુરત જવાનો રસ્તો નજીક થઇ જશે. ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી)...
સુરત: (Surat) સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ (Project) મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ...
વડોદરા (Vadodara)ના વારસિયામાં એક યુવક અને સગીરને સમલૈગિંક સંબંધ (Homosexual relationship) રાખવું ભારે પડ્યું છે. સપ્તાહ પૂર્વે નિર્માણાધીન સાઈટ નીચેથી ઈજાગ્રસ્ત યુવક...
સુરત: (Surat) પુરુષોની સાથે સાથે હવે મહિલાઓ (Women) પણ જુગારની ક્લબ (Gambling Club) ચલાવીને નાળ પેટે રૂપિયા ઉઘરાવી રહી છે. કાપોદ્રામાં એક...
સુરત: (Surat) ગાર્નેટ કોઇન (Garnet Coin) અને હેકસ્ટ્રા કોઇનમાં તપાસનો દાટ વાળનાર સુરત સીઆઇડી (CID) પોલીસની પોલ આવતા દિવસમાં ખુલ્લી થઇ જાય...
નવી દિલ્હી: બેલ્જિયન (Belgium)ની 18 વર્ષની મહિલા વેઇટલિફ્ટર (woman weightlifter) સ્ટેરક્સ નીના (Nina stercks)એ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics) ના પ્રથમ દિવસે...
સુરત: (Surat) વરાછા મેઇન રોડ પર પોદાર આર્કેડ પાસે રેલ્વે વિભાગ (Railway Department) દ્વારા એફ.પી. સિવાયના રસ્તામાં આવતો ઓપન પ્લોટનો કબ્જો આપવામા...
આજે પણ આપણા દેશમાં ક્યાંકને ક્યાંક દહેજ (Dowry) લેવાની પરંપરા (Tradition) જોવા મળે છે. અને આજ દહેજને કારણે બંને પરિવાર વચ્ચે અવારનવાર ઝઘડો...
સુરત: (Surat) પલસાણાનાં સાકી ગામમાં આવેલી શ્રી રેસિડન્સીમાંથી પોલીસે (Police) 1 કરોડ 15 લાખની કિંમતોનો ગાંજો (Cannabis) પકડી પાડ્યો છે. સુરત નજીક આવેલા...
બ્રાઝિલે (Brazil) ભારત બાયોટેક (bharat bio tech) સાથેનું કરાર (Contract) સમાપ્ત કર્યું છે. હૈદરાબાદ સ્થિત ભારતીય કંપની ભારત બાયોટેકે બ્રાઝિલની સરકાર સાથે કોવેક્સિનના...
હાઈલાઈટર મેકઅપનો એક બહુ જરૂરી ભાગ છે. એ ચહેરાને ખૂબસૂરત અને ચમકદાર બનાવે છે. નામ પરથી જ ખબર પડે છે કે હાઈલાઈટર...
ગુરુપૂર્ણિમા એટલે ગુરુએ આપેલા જ્ઞાનરૂપી નવા જીવનનું ઋણ ચૂકવવા માટે આદરપૂર્વક ગુરુને પૂજન અને વંદન કરવાનો દિવસ. મનુષ્યના જીવનમાં જન્મ આપનાર માતા...
નવી દિલ્હી: ભારતે ઓલિમ્પિક ઇતિહાસ (Indian Olympic history)માં પહેલા દિવસે કોઈ ચંદ્રક જીત્યો (Medal on first day) ન હતો. પરંતુ ભારતીય મહિલા...
સુસ્તી કે થાક? આ પોષક તત્ત્વોની ખામી હોઈ શકે …. ઋતુ ઉનાળાથી બદલાઈને ચોમાસામાં પરિવર્તિત થઈ છે. આ ઋતુ પરિવર્તનને કારણે ઘણા...
વિજ્ઞાન જૂથના સૌ વાલી-વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન!!! કેમ કે સૌ પાસ થઇ ગયા. આનંદ-ઉત્સાહ છવાવવો જોઈએ તે છે નહીં કેમ કે હવે આગળની...
આપણી એક ગુજરાતી કહેવત છે, ‘‘વહુને અને વરસાદને કદી જશ ન મળે.’’ વહુ અને વરસાદ ગમે તેટલા સારા બને તો ય આપણી...
કેમ છો? વરસાદે જોરદાર બેટીંગ ફટકારી અને તન-મનમાં ઠંડક વ્યાપી ગઇ. એકાદશીની સાથે ચાતુર્માસનાં પણ પગરણ થઇ ગયાં…. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસનું...
વાતાવરણમાં બદલાવ આવશે અને ઠંડીની શરૂઆત થતી જોવા મળશે
એપલે ‘સંચાર સાથી’ એપ પ્રીલોડ કરવાનો ઇનકાર કર્યો, ગોપનીયતા અંગે ચિંતા વ્યક્ત કરી
વડોદરામાં જાન્યુઆરીથી ‘ઇલેક્ટ્રિક’ બસની સવારી : પ્રદૂષણ રોકવા VMC બનશે હાઈ-ટેક!
વડોદરાને મળશે આધુનિક ગાંધીનગરગૃહ
ઇંગ્લેન્ડના આ ભૂતપૂર્વ ક્રિકેટરનું 62 વર્ષની વયે અવસાન
કમિશ્નર અરુણ મહેશ બાબુની અધિકારીઓને આકરા શબ્દોમાં તાકીદ
‘ઈમરાન ખાન જીવિત છે’, અફવાઓ વચ્ચે બહેન ઉઝમા જેલમાં ઈમરાનને મળી, કહ્યું તેમને..
ડીસ-કનેક્શનની કામગીરી ટાણે ગ્રાહકનો આસિ.લાઈન મેન અને કર્મચારી પર હુમલો
ઇમરાન ખાનની બહેન ઉઝમાને જેલની અંદર બોલાવવામાં આવી, સમર્થકો રાવલપિંડીમાં ભેગા થયા
સરકાર-વિપક્ષ SIR પર ચર્ચા કરવા સંમત: લોકસભામાં વંદે માતરમ પર 8 અને SIR પર 9 ડિસેમ્બરે ચર્ચા
ચાલુ કલાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની મસ્તીમાં વચ્ચે બેઠેલા ધો.9ના વિદ્યાર્થીને પેન વાગતા ઈજાગ્રસ્ત
VMCમાં ‘ગુમ ફાઈલ’નો વ્યાપક કૌભાંડ? અતાપી વન્ડરલેન્ડ બાદ વધુ બે વિભાગની મહત્વની ફાઈલો ગાયબ
નદી નહીં, જાણે ગટર! વડોદરાની વિશ્વામિત્રીનું પાણી ‘અતિ ઝેરી’, છઠ્ઠા ક્રમ સામે વિવાદ
કારેલીબાગથી નર્સિંગની વિધાર્થિનીને ઉપાડી જવાનો પ્રયાસ
હાલોલ જ્યોતિ સર્કલ નજીક જીવંત વીજ લાઇનનો થાંભલો કાર પર પડ્યો
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણનું કારણ પરાળી નથી, સામે આવ્યું ‘ઝેરી હવા’નું સાચું કારણ
કાલોલના જંત્રાલ ગામે ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા
વડોદરા મહાપાલિકાના ‘બારણાં બંધ’! અતાપી વન્ડરલેન્ડ ફાઇલ ગુમ મામલે પોલીસની તપાસ થંભી
ઘોઘંબામાં નિરાધાર હાલતમાં મળેલા મહિલા અને માસૂમ બાળકીની વહારે આવી 181 ટીમ, સુરક્ષિત આશ્રય અપાવ્યો
શહેરાના બોરીયા ગામેથી વન વિભાગે 4.25 લાખનો જંગલ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા પોલીસની ‘બેદરકારી’: પાલિકાનો રૂ. 4 કરોડનો વેરો ભરવામાં નિષ્ફળ
એક તરફ તંગી, બીજી તરફ વેડફાટ: છાણી જકાતનાકા ગાર્ડન પાસે લાઇન તૂટતાં લાખો લીટર પાણી ગટરમાં!
વડોદરા : જ્યોર્જિયાના વર્ક પરમિટ વિઝાના બહાને દ્વારકાના યુવક સહિત મિત્રો સાથે રૂ.24.35 લાખની ઠગાઈ
8મું પગાર પંચ: સરકાર DA અને DR ને મૂળ પગાર સાથે મર્જ કરવા વિશે શું વિચારી રહી છે?
લાપતા ઈમરાન ખાન પર પાકિસ્તાનમાં બબાલ, ઈસ્લામાદ-રાવલપિંડીમાં કર્ફ્યુ, પરિવાર ચિંતિત
સંસદ શિયાળુ સત્ર: SIR પર તાત્કાલિક ચર્ચાની માંગ પર વિપક્ષ અડગ
ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ: ખાટાઆંબા
ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ :ખાટાઆંબા
શું આધારકાર્ડ જન્મ તારીખનાં પુરાવા તરીકે અમાન્ય?
વડસર બ્રિજ પાસે આવેલી મોબાઈલ શોપ ભડકે બળી,લાખોનું નુકસાન
બૈજિંગ: ચીની પ્રમુખ (China president) ઝિ જિનપિંગે (Jin ping) લ્હાસામાં ટોચના લશ્કરી અધિકારી (Army officer)ઓ સાથેની બેઠક દરમ્યાન તિબેટ (Tibet)માં લાંબા ગાળાની સ્થિરતા અને સમૃદ્ધિની અગત્યતા પર ભાર મૂકયો હતો એમ સરકારી મીડિયા (Media)એ આજે એના એક દિવસ પછી અહેવાલ આપ્યો હતો જ્યારે જિનપિંગે વ્યુહાત્મક રીતે મહત્વના આ પ્રદેશની અઘોષિત મુલાકાત (Visit) લીધી હતી, જેમાં તેમણે ન્યિંગચીની પણ મુલાકાત લીધી હતી જે અરૂણાચલ પ્રદેશ સરહદ (Arunachal pradesh border) નજીકનું એક ટાઉન છે.

ઝિ જિનપિંગ, કે જેઓ શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના મહામંત્રી અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ પણ છે તેઓ ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મીના તિબેટ મિલિટરી કમાન્ડના ટોચના અધિકારીઓને મળ્યા હતા જે કમાન્ડ ચીનની ભારત સાથેની અરૂણાચલ પ્રદેશને લાગતી સરહદ પર ચોકી ભરે છે. તેમણે સૈનિકોને તાલીમ આપવાનું કાર્ય તથા યુદ્ધની તૈયારીઓ સઘન બનાવવા હાકલ કરી હતી. એમ ગ્લોબલ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૬૮ વર્ષીય ઝિએ પ્રમુખ તરીકે તિબેટની તેમની પ્રથમ મુલાકાત બુધવારથી શુક્રવાર સુધીમાં લીધી હતી જે મુલાકાત શુક્રવારે પુરી થાય ત્યાં સુધી આ મુલાકાતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ચીની સત્તાવાર મીડિયાએ ઢાંકી રાખી હતી.
ઝિ જિનપિંગની ચીની પ્રમુખ તરીકેની તિબેટની આ પ્રથમ મુલાકાત છે અને કોઇ ચીની પ્રમુખની પણ ત્રણ દાયકા પછીની આ પ્રથમ તિબેટ યાત્રા છે. છેલ્લે ૧૯૯૦માં તે સમયના ચીની પ્રમુખ જિયાંગ ઝેમિન તિબેટની મુલાકાતે આવ્યા હતા, તે પછી છેક અત્યારે જિનપિંગે તિબેટની મુલાકાત લીધી છે.
ઝિ જિનપિંગે પોતાની તિબેટની મુલાકાત દરમ્યાન પાટનગર લ્હાસામાં આવેલ પાટોલા પેલેસ સ્ક્વેરની પણ મુલાકાત લીધી હતી. આ પાટોલા પેલેસ તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાની ગાદી ગણાય છે. પરંતુ તિબેટ પર ચીનના હુમલા પછી ભારતમાં આશરો લેનાર દલાઇ લામાની આધ્યાત્મિક સત્તા ચીને નકારી કાઢી છે અને તેમને સ્થાને લ્હાસામાં પોતાના પસંદગીના દલાઇ લામાને બેસાડ્યા છે. તિબેટની મુલાકાત લઇ ચુકેલા કેટલાક વિદેશી પત્રકારોના અહેવાલ પ્રમાણે તિબેટના બૌદ્ધવાદનું ચીનીકરણ કરવામાં ચીનને નોંધપાત્ર સફળતા મળી છે.
તિબેટમાં રહેતા ઘણા બૌદ્ધ સાધુઓ ભારતના ધરમશાલા નગરમાં રહેતા દલાઇ લામાને બદલે હવે ચીન અને સીપીસી તરફ પોતાની વફાદારી બતાવવા માંડયા છે. એક તિબેટિયન બૌદ્ધ સાધુએ તો ઝિ જિનપિંગને જ પોતાના આધ્યાત્મિક નેતા ગણાવ્યા હતા!