Gujarat

રાજ્યભરમાં ૧૮ થી ર૦ નવેમ્બર દરમ્યાન ”આત્મનિર્ભર ગ્રામ યાત્રા” યોજાશે

રાજ્યમાં આગામી તા.18થી 20મી નવે. દરમ્યાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય ”આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નું આયોજન કરાયું છે. ”આત્મનિર્ભર ગ્રામયાત્રા”નો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતેથી તા. ૧૮મી નવેમ્બરે કરાવશે.

આ યાત્રામાં ૧૦૦ જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથોનું પ્રસ્થાન આ જ દિવસે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મંત્રીમંડળના વિવિધ સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવાશે. આ તમામ રથો ત્રણ દિવસ દરમ્યાન જિલ્લા પંચાયતની ૧,૦૯૦ જેટલી બેઠકો પર સવારે ૮.૦૦ થી ૧ર.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૮.૦૦ દરમ્યાન પરિભ્રમણ કરશે.

તા.ર૦મી નવેમ્બરના રોજ તાલુકા કક્ષાએ આ યાત્રાનો સમાપન સમારોહ યોજાશે. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ ત્રણ દિવસ દરમિયાન ૯૯૩ જેટલા રૂટો પર ગ્રામ્યકક્ષાએ ફરીને ૧૦,૬૦૫ જેટલા ગામોમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપશે. આ આત્મ નિર્ભર યાત્રા દરમ્યાન કુલ રૂ.૧૫૭૭ કરોડથી વધુના ખાતમુહૂર્ત-લોકાર્પણ તેમજ લાભાર્થીઓને લોન – સહાયના ચેક વિતરણ વિતરણ કરાશે

Most Popular

To Top