Madhya Gujarat

છાપરી ગામે એક કુવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી

દાહોદ: દાહોદ તાલુકાના છાપરી ગામે એક કુવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.  આ અંગેની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવકની લાશનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો છે.વહેલી સવારના સમયે છાપરી ગામે એક ખુલ્લા કુવામાંથી એક અજાણ્યા યુવકની લાશ નજરે પડતાં સ્થાનીકોમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસને પણ આ બનાવની જાણ કરાતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સ્થાનીક તરવૈયાઓની મદદથી યુવકની લાશની લાશને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો છે. શોધખોળના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યાં છે કુવા તરફથી બીનવારસી મોટરસાઈકલ સાથે એક બેગ પણ મળી આવી હતી. અજાણ્યા યુવકે આપઘાત કર્યાેં હશે કે, કે તેની હત્યાં કરવામાં આવી હશે? જેવા અનેક સવાલો સાથે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.

Most Popular

To Top