Gujarat

હવે અમદાવાદમાં પણ જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ, CM પટેલે આપ્યું આ નિવેદન

અમદાવાદ: (Ahmedabad) જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ આ મામલો વધુ ચગ્યો છે. ગુજરાતમાં એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની જાહેરમાં લાગતી લારીઓ પર પ્રતિબંધ લગાવી રહી છે. ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને (Nonveg lorries) જાહેરમાં નહીં લગાવવા અંગેનો નિર્ણય લીધો છે. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો ખુલાસો

રાજયમાં અમદાવાદ. રાજકોટ, કચ્છ તથા જુનાગઢ સહિતની મહાપાલિકાઓમાં રોડ પરથી સત્તાવાળાઓ દ્વ્રારા ઈંડા નોનવેજની લારીઓ હટાવવામાં આવી રહી છે. જેના પગલે રાજયભરમા રાજનીતિ ગરામાઈ છે. જેને પગલે આજે આમંધ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહયુ હતું કે માત્ર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારી હટાવાશે. વેજ કે નોન વેજનો કોઈ પ્રશ્ન જ નથી. આજે આણંદ ખાતે પહોચેલા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ દ્વ્રારા આયોજીત સ્નેહ મિલન સમાંરભમાં હાજરી આપી હતી. પટેલે આણંદ ખાતે કહયું હતું કે , વેજ કે નોન વેજનો કોઈ પ્રશ્ન જ નથી. આ તો રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારીઓ હટાવાશે, બાકી જેને જે ખાવુ હોય તે ખાઈ શકે છે. રાજ્યમાં મહાનગર પાલિકાઓ દ્વારા લેવાયેલા આ તઘલખી નિર્ણય બાદ જે પ્રમાણે વિરોધના સૂર ઉઠી રહ્યાં છે તેને જોતા સત્તા પક્ષ દ્વારા યૂ ટર્ન લેવાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જણાવી દઈએ કે રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હવે અમદાવાદ કોર્પોરેશને પણ અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલેકે મંગળવારથી શહેરના મુખ્ય માર્ગો, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ પ્રતિબંધ લાદી દીધો છે. અમદાવાદ શહેરમાં હવે દરેક વિસ્તારમાં જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓથી માંડી અને ફૂડ સ્ટોલ ઉભા થઇ ગયા છે. સાંજે મોટાભાગના વિસ્તારોમાં ઇંડાની લારીઓની લાઈનો લાગે છે. જેમાં લારીમાં ખુલ્લેઆમ ચિકન, મટન, માસ અને મચ્છી તળેલી મુકવામાં આવે છે. એવામાં જાહેરમાં લાગતી આ લારીઓને હટાવવા માટે અમદાવાદ મનપા દ્વારા કાલે ડ્રાઇવ શરૂ કરવામા આવશે.

શું હશે નવા નિયમ

નવા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે. હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી અને સ્ટોલવાળાઓને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે. આ ઉપરાંત જાહેરમાં લારી નહી લગાવી શકે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી પડશે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રુલ્સ અને રેગ્યુલેશન 2011 મુજબ રસોઈના સાધનો, ઓપરેશન, નિભાવ, સેનિટેશન, હાઈજીન, રેકડીની જાળવણી વગેરે જોગવાઈઓનું પણ પાલન થતું ન હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે.

Most Popular

To Top