Dakshin Gujarat

અક્ષય કુમાર આ ફિલ્મના ક્લાઈમેક્સનું શૂટિંગ દમણના દરિયામાં કરશે, નિર્માતાઓને લોકેશન ગમી ગયું

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં બોલીવુડનાં સુપરસ્ટાર અક્ષયકુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ ‘રામસેતુ’ના ક્લાઈમેક્સ સીનનું શુટિંગ (Shooting of the climax scene) દમણમાં થાય તેવી સંભાવના છે. અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘રામસેતુ’ના ક્લાઈમેક્સ સીન દરિયામાં અંડર ડાઈવિંગ સીન છે. જે પહેલા શ્રીલંકામાં શૂટ થવાનો હતો પરંતુ ત્યાં કોરોનાના કેસ વધતાં સરકારે મંજૂરી નહીં આપતાં દમણનું દરિયાઈ લોકેશન પસંદ કરાયું હોવાની ચર્ચા છે.

મળી રહેલી જાણકારી અને એક ચર્ચા મુજબ બોલીવુડનાં સુપર સ્ટાર અક્ષયકુમાર, જેકલીન ફર્નાંડીઝ અને નુસરત ભરુચાની આગામી ફિલ્મ ‘રામસેતુ’નું મોટેભાગનું શુટિંગ ઉંટીમાં પૂર્ણ થઈ ગયું છે. જ્યાંથી ફિલ્મનું અન્ય શુટિંગ અને ક્લાઈમેક્સ સીન માટે તેઓ શ્રીલંકા જવાના હતા. જ્યાં દરિયાની અંદર અંડર ડાઈવિંગ સીનની જરૂરિયાત હતી, પરંતુ ચાલી રહેલી કોરોનાની મહામારી અને અન્ય પાસાઓને ધ્યાન ઉપર લઈ શ્રીલંકા સરકાર દ્વારા જરૂરી અનુમતી આપવામાં આવી ન હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે આ ફિલ્મનું અન્ય શુટિંગ અને ક્લાઈમેક્સ સીનના દરિયાઈ લોકેશન માટે ફિલ્મના નિર્માણકર્તાઓએ અમુક ઓન લોકેશન જોયા બાદ આખરે દમણની પસંદગી ઉતારી હોય એવી પણ જાણકારી મળવા પામી છે.

દમણના લાઈટ હાઉસથી લઈ જામપોર સુધીના નવા રસ્તા પર શુટિંગ કરવા વિચારણા
એટલું જ નહીં પણ ફિલ્મનાં અમુક દ્રશ્યો દમણનાં લાઈટ હાઉસથી લઈ જામપોર સુધી નિર્માણ કરાયેલા અત્યાધુનિક નવા રસ્તા પર પણ થઈ શકે છે. ત્યારે અક્ષયકુમારની ફિલ્મનું શુટીંગ દમણમાં થવાને લઈ પ્રદેશનાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે ફિલ્મનું હવે પછીનું શુટીંગ દમણમાં ક્યારે થાય છે એ હવે જોવું રહ્યું.

Most Popular

To Top