SURAT

વરાછાના યુવકે કાપોદ્રા-ઉત્રાણ બ્રિજ પરથી નદીમાં કૂદકો માર્યો, પાણીમાં પડ્યા બાદ પિલર પકડી મામાને ફોન કર્યો..

સુરત: (Surat) રવિવારે મધરાત્રે વરાછામાં (Varachha) રહેતો યુવાન કાપોદ્રા-ઉત્રાણ બ્રીજ (Bridge) ઉપરથી તાપી નદીમાં (Tapi River) ભુસ્કો મારનાર ઇસમને એક કલાક બાદ ફાયર જવાનોએ હેમખેમ બચાવી લીધો હતો. પાણીમાં પડ્યા બાદ મોતને પોતાની નજર સામે જોઈ વ્હાલી જિંદગીને (Life) બચાવવા પાણીમાં બ્રિજના પિલરને પકડીને મામાને ફોન કરતા આખી ઘટના સાંભળાવતા પરિવારે ભાગદોડ કરી યુવકને ફાયર જવાનોએ બચાવી લીધો હતો.

  • પાણીમાં ભૂસ્કો માર્યા બાદ પિલર પકડી યુવકે મામાને ફોન કરી આખી ઘટના સંભળાવતા પરિવાર ફાયર સાથે દોડી આવ્યું
  • માનસિક બીમારીના લીધે પગલું ભર્યું હોય તેવી શક્યતા, પાણીમાં પડ્યા છતાં સદનસીબે તેનો મોબાઈલ પણ ચાલુ રહ્યો

ફાયરવિભાગ પાસેથી મળતી વિગત મુજબ વરાછા રોડ પર કારગીલ ચોક પાસે રહેતા 35 વર્ષીય રોહિત છેલ્લા કેટલાક સમયથી માનસી બીમારીથી પીડાતો હોવાથી દવા પણ ચાલતી હતી. દરમિયાન રવિવારે રાત્રે બાઈક લઈને કાપોદ્રા-ઉત્રાણ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી પડ્યો હતો. બાદ તેને પોતાનો જીવ બચાવવાના પર્યત્નો શરૂ કર્યા હતા અને પાણીમાં જ આમતેમ હાથ પગ મારવા લાગ્યો હતો ત્યારે બ્રિજનો પિલર તેના હાથમાં આવી ગયો હતો. પાણીમાં જ તેને પિલરના ગેપ પાસેથી પકડી રાખ્યો હતો. આમ તે લગભગ એક કલાક સુધી રહ્યો હતો ત્યાર બાદ તેને પોતાના મોબાઇલમાંથી તેના મામાને કોલ કર્યો હતો. પાણીમાં પડ્યા છતાં સદનસીબે તેનો મોબાઈલ પણ ચાલુ રહ્યો હતો. કોલ કરીને તે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો તે બાબતે જણાવ્યુ હતું. જેથી ફાયરસ્ટેશન નજીકમાં જ હોવાથી તેના મામા તાત્કાલિક ફાયર સ્ટેશન પર દોડી આવ્યા હતા અને ઘટના અંગે જણાવતા અમે ફાયરના જવાનો સાથે સમયસર સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને યુવકને સહીસલામત રેસ્ક્યુ કરી બાહર કાઢ્યો હતો.

Most Popular

To Top