Gujarat

રાજ્યમાં માવઠું: દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 17થી 19 નવે. દરમિયાન વરસાદની વકી

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યમાં (Gujarat) ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કચ્છના નલિયામાં 11 ડિગ્રી ઠંડી (Cold) નોંધાઈ છે. બીજી તરફ ગાંધીનગર તથા ડિસામાં પણ સતત ઠંડી વધી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, રાજ્યમાં તા.17થી 19મી નવે. દરમિયાન ડાંગ, નવસારી, તાપી, સુરત, વલસાડ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહિસાગર, ભરૂચ, ખેડા, મહેસાણા, આણંદ તથા દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Rain) થઈ શકે છે. 17 નવેમ્બરે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના (Saurashtra) વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ભાવનગર, અમરેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 18 અને 19 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સિવાય ઉત્તર ગુજરાત માં પણ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં સતત ઠંડી વધી રહી છે. રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., વડોદરામાં 18 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે., રાજકોટમાં 16 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ દસ્તક આપી શકે છે. હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ રાજ્યભરમાં ઠંડકનું પ્રમાણ પણ વધશે. દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન હજુ ઘટતાં વધુ ઠંડકનો અહેસાસ થશે.

Most Popular

To Top