Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ચંબુસા બાવાનો ટેકરા પર રહેતા અને ગેરેજમાં રિપેરિંગનું કામ કરતા 32 વર્સીય યુવક ઉપર બાઈક હટાવવા બાબતે ત્રણ શખ્સોએ તલવાર, ચપ્પુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા યુવકને છોડવવા વચ્ચે પડેલી બહનો ઉપર પણ હુમલાખોરોએ હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ચંબુસા બાવાનો ટેકરો પર રહેતા સાકીર હુસેન ગુલામ હુસેન મંસૂરી ટું વ્હીલર ગેરેજમાં રિપેરિંગનું કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેઓ રવિવારે રાત્રે 8વાગ્યે પોતાના ગેરેજ ઉપર હાજર હતા અને આવેલ મોટરસાઇકલ રિપેરિંગ કરી રહ્યા હતા. ત્યારે રાજારાણી તળાવ પાસે રહેતો નાશીરસા ગુલામશા દીવાન તેનો ભાઈ સમીરશા ગુલામશા દીવાન અને મિત્ર ઉસ્માન કદરભાઈ મંસૂરી ત્યાં આવી પહોંચ્યા હતા. દરમિયાન સમીરશાએ જણાવ્યું હતું કે મારી અહીંયા પાર્ક કરેલ મોટર સાઈકલને કેમ તે હટાવી તેમ જણાવી આવેલ ત્રેણય શખ્સોએ તલવાર, ચપ્પુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

To Top