સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને કેચમેન્ટ એરિયા ગણાતા લખપુરીમાં 113 મિમિ, ગોપાલખેડામાં...
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને (Taliban) છેવટે નવી રખેવાળ સરકાર (take carer govt)ની જાહેરાત કરી છે. સંગઠને અફઘાનિસ્તાનના આગામી વડા પ્રધાન...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ...
અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષયે બુધવારે સવારે ટ્વીટ કરીને આ દુ: ખદ સમાચાર વિશે માહિતી આપી છે....
‘હાયાબુસા ૨’ અવકાશયાનને કયા હેતુથી અવકાશમાં રવાના કરવામાં આવેલું? આ અવકાશયાનને વર્ષ ૨૦૧૪ માં એસ્ટરોઇડ ૨યુગુ તરફ તે એસ્ટરોઇડની જમીનના નમૂનાઓ મેળવવા...
ઘેર બેઠા માથાકૂટ કરવા માટે ભગવાને પતિને પત્ની અને એ જ રીતે પત્નીને પતિ આપ્યો છે. પતિની ગતિ ન્યારી છે પણ માણસ...
સુરત સોનાની મૂરત’ આ પ્રચલિત કહેવતને હવે બદલીને ‘સુરત હીરાની મૂરત’ કહેવું જોઈએ. આજે ભારતનું જે શહેર, સૌથી વધુ ઝડપથી વિકાસ પામી...
60 વર્ષથી વધુની જો તમારી ઉંમર છે અને તમારાં અંગોમાં ખાસ કરીને હાથમાં ધ્રૂજારી /કંપારી/ ઝણઝણાટી આવે છે, તમારી ચાલ ધીમી પડે...
મેદારને વીમો લેવા માટે પ્રેરવા માટે વીમા કંપની તરફે વિવિધ પ્રકારની પ્રલોભક રજૂઆતો થતી હોય છે પરંતુ, એ જ વીમેદાર જયારે એ...
શિશ્નની લંબાઈ માત્ર સાડા ચાર ઈંચની જ છે પ્રશ્ન: મારી ઉંમર ૨૫ વર્ષની છે. ઘરવાળા લગ્ન માટે દબાણ કરે છે. મને છોકરીઓ...
જે નાગરિકોને ‘સત્તા નિર્ભર’ રાખવા માંગે છે એ સરકાર આત્મનિર્ભરતાની વાત કઇ રીતે કરે છે? લોકો સમજી ગયા છે કે આ એક...
બેસિલસ કાલ્મેટ ગુરીન’[BCG] નામની વેક્સિનને સો વર્ષ પૂર્ણ થયાં છે. આજે જેમ કોરોનાની વેક્સિન લાખો લોકોના જીવ બચાવી રહી છે તેવી જ...
કેટલાક સંબંધો એવા હોય છે જેમાંથી છૂટકારો મળતો નથી. જીવનભર નિભાવવા પડે.’ રાધાબેન મંદિર સામે બેઠાંને બોલ્યાં. લાલાને દૂધ–દહીંથી નવડાવીને વસ્ત્રો પહેરાવીને...
૧૯૯૬ માં અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સત્તા પર આવ્યું હતું તેના કરતાં ૨૦૨૧ નું તાલિબાન વધુ ચાલાક અને ચબરાક છે. તેનો પુરાવો એ...
તમે કોફી રાખો છો?’ ચશ્મા આંખો પરથી હટાવી પોતાના દુપટ્ટા વડે ચહેરા પરથી પરસેવો લૂછતાં એક સુંદર યુવતીએ મને પૂછ્યું. મારા બાંકડે...
ખરેખર આપણે કઠણ કાળજાનાં થઇ ગયાં છીએ, મોતનો મલાજો પણ જાળવતા નથી તો જાનવરની ઉપમા આપવી શી રીતે? ભગવાને માનવીને બનાવ્યાં ત્યારે...
તાજેતરમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિવેદન કર્યું કે ભારતમાં મુસ્લિમોની બહુમતી થશે તો કાયદા- કાનુન કોર્ટ બધુ ખત્મ થઇ જશે અને...
મેટ્રો રેલવે બે પ્રકારની જાણી છે. એક તો એ છે કે, જમીનની અંદર બોગદાં (ટનલો) ખોદીને, એમાં ગાડીઓ દોડાવવામાં આવે છે તે....
ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાનો જન્મ દિવસ શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય એવો ઉદાત્ત ભાવના દાખવીને શિક્ષકોને આદર, પ્રતિષ્ઠા આપી છે. બાળકના...
શાકભાજીનો પ્રશ્ન આજે વર્ષોથી પેચીદો છે. જો પોતાના ખેતરમાંના શાકભાજી અને બીજા પાક મોટાં શહેરોમાં જાતે ડાઇરેક્ટ બજારોમાં આવીને વહેંચે તો પ્રજાને...
અડધી રાત્રે એક આધેડ વેપારીની તબિયત બગડી.જલ્દી ઘરનાં બધાં ઊઠી ગયાં. બધાએ દોડાદોડી કરી મૂકી. ડોક્ટરને બોલાવ્યા,ડોકટરે કહ્યું, ‘હાર્ટએટેક છે જેમ બને...
પાકિસ્તાનના જ પૂરા ટેકાથી તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરી શકયા છે એ હવે સ્પષ્ટ થઇ ગયું છે. થોડાં જ સપ્તાહોમાં તાલિબાનોએ...
થોડા દિવસ પહેલાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જે કહ્યું તેનો અર્થ કંઈક એવો થાય છે કે ભારતનું હિન્દુત્વ ખતરામાં છે. હિન્દુઓની...
ગયા મહિને ૧પમી ઓગસ્ટના દિવસે આપણે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા હતા તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠનના ફાઇટરોએ તે દેશની રાજધાની...
દાહોદ: દાહોદ જિલ્લામાંથી ત્રણ જુદી જુદી જગ્યાએથી એક સાથે ત્રણ મોટરસાઇકલની ઉઠાંતરી થતાં વાહન ચાલકોમાં આક્રોશ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો...
ગોધરા : ગોધરામાં આશરે ૭૫ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાય છે. કોવિડ 19, કોરોનાને કારણે તમામ ઉત્સવોની ઉજવણી સીમિત કરવામાં આવી રહી છે.ગુજરાત...
આણંદ : કડાણા તાલુકાના મોટાપડાદરા ગામે રહેતી પરિણીતાએ પતિ સહિત સાસરિયાના ત્રાસથી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પિતાએ...
આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીપીએલ રેશનકાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે, તેવી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી....
આણંદ : આંકલાવ તાલુકાના આમરોલ ગામે આવેલી અનાજ – કરિયાણાની દુકાનને શટર તોડ ગેંગે નિશાન બનાવી હતી અને મોડી રાત્રે શટર ઉંચુ...
વડોદરા : સવારથી જ મેઘરાજા વરસ્યા હતા. રાજ્યમાં ફરી ચોમાસુ બેસતા છેલ્લા કેટલાક દિવસથી પડતી આકરી ગરમી અને ઉકળાટમાં થી પણ લોકોને...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને કેચમેન્ટ એરિયા ગણાતા લખપુરીમાં 113 મિમિ, ગોપાલખેડામાં 42 મિમિ, દહીંગાવ અને સાવખેડામાં 20-20 મિમિ વરસાદ સાથે 21 રેઇન ગેજ સ્ટેશનમાં કુલ 256 મિમિ વરસાદ નોંધાયો છે. જેને પગલે ઉકાઇ ડેમમાં હાલ 1.45 લાખ ક્યુસેક પાણીની આવક (Water Intake) થઈ છે. જેને પગલે ડેમની સપાટી 334.48 ફૂટ પર પહોંચી છે. જ્યારે મહારાષ્ટ્રમાં તાપી નદી પરના હથનુર ડેમની સપાટી 210.580 મીટર અને ડિસ્ચાર્જ 1296 ક્યુસેક જેટલો નોંધાયો હતો.

ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં આગામી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહીને પગલે આગામી દિવસોમાં ઉકાઈમાં પાણીની આવક ચાલુ રહેશે. સુરતમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ખાડીઓના લેવલ વધ્યા છે. કોઝવેની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં તંત્ર એલર્ટ થયું છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી કેટલાક દિવસ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં બુધવારે પણ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને અઠવા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં જ અહીં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જણાવી દઈએ કે સુરત શહેરમાં મોસમનો કુલ 42.63 ઇંચ વરસાદ થઇ ગયો છે. શહેરમાં મોસમના સરેરાશ 55 ઇંચ વરસાદ સામે 77.50 ટકા વરસાદ વરસી ગયો છે. શહેરમાં વરસાદી વાતાવરણથી મહત્તમ તાપમાન 2.6 ડિગ્રી ગગડીને 30 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

ઉકાઈ ડેમ કેટલા ફુટે કેટલો ભરાય
સપાટી ડેમનો વિસ્તાર
331.43 70 ટકા
336.34 80 ટકા
340.84 90 ટકા
345.00 100 ટકા

ગઈ કાલે ઉપરવાસમાં વરસાદથી ડેમમાં 69959 ક્યુસેક પાણીની આવક થઈ હતી
સુરત જિલ્લામાં વરસાદ સાથે ઉકાઇ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. મંગળવારે ડેમના ઉપરવાસમાં લખપુરીમાં 113 એમએમ, ગોપાલખેડમાં 42 એમએમ, દહીગામમાં 10 એમએમ તેમજ સાવખેડામાં 18 એમએમ વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમમાં વરસાદને પગલે 63959 કયુસેકસ પાણી આવ્યું હતું. ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા સપાટી 333.24 ફુટ નોંધાઇ છે. ડેમમાંથી 6180 કયુસેકસ પાણી છોડાઇ રહ્યું છે. હથનૂરની સપાટી 210.700 મીટર તેમજ હથનુરથી 27363 કયુસેકસ પાણી છોડાયું હતુ.