હાલોલ: હાલોલ તાલુકા ના ઉજેતી ગામે આવેલ સનફાર્મા મેડીકેર લિમિટેડ કંપનીમાં કામ કરતા 33 વર્ષીય યુવાન વર્કરનું કંપનીની સીડીના પગથિયા પરથી પડી...
વડોદરા : જરૂરિયાત મંદ અને ગરીબ લોકો માટે જીવાદોરી કહેવાતી વડોદરા શહેરની અને મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે...
તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવ્યો તે પછી અચાનક અમેરિકા, રશિયા અને બ્રિટનના જાસૂસી વડાઓને ભારતનું મહત્ત્વ સમજાયું છે. ઇતિહાસમાં અલભ્ય કહી...
રીઝર્વ બેંક ઓફ ઇંડિયા વારંવાર જુદી જુદી રીતે બેંકના ગ્રાહકોને સતર્ક રહેવા મેસેજ આપતી રહે છે તે ઘણી સારી વાત છે. પણ...
દેશમાં સ્ત્રીઓ પર અત્યાચાર કે બળાત્કારની ઘટના સતત બનતી રહે છે. પણ થોડા ઉહાપોહ પછી પાછું જૈસે થે! તાજેતરમાં ગોવાના બીચ પર...
રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલી હોકીના જાદુગર એવા ધ્યાનચંદના નામે ચઢાવી વિવાદનો મધપૂડો છેડાયો છે. ધ્યાનચંદ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એ...
ભારતીય સંસદના સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિશ્રીનું અભિભાષણ હોય છે અને તે પછી જ અન્ય કાર્યવાહી થાય છે. તે અભિભાષણમાં રાષ્ટ્રપતિજી સત્તાધીશ સરકારને પોતાની...
આપણો ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે અને અલગ અલગ તહેવારોનું મહત્ત્વ છે, તેમાંય ગણેશોત્સવ જેમ મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાય છે તેમ ગુજરાતમાં અનોખી...
એક અતિ શ્રીમંત શેઠનું અવસાન થયું.અવસાન બાદ તેનો પુત્ર શેઠની ગાદીએ આવ્યો.અત્યાર સુધી પિતાજી હતા એટલે કોઈ દિવસ વેપારમાં ધ્યાન આપ્યું ન...
બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સંગમ ઓછો જોવા મળતો હોય છે, કેમ કે, બૌદ્ધિકતામાં સિદ્ધાંતો અને સંશોધનના આધારે કામ કરવાનું હોય છે, જ્યારે કર્મશીલતામાં...
અફઘાનિસ્તાનમાં તાલેબાનોની સરકાર રચાઈ ગઈ છે; જેમાં એક પણ મહિલા નથી, જેમાં માત્ર ત્રણ પ્રધાનો ગેરપુશ્તુ છે એટલે કે ઉત્તર અફઘાનિસ્તાનના પ્રાંતોના...
તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સુફિયાણી વાતો કરી હતી. તાલિબાને ત્યાં સુધી જણાવ્યું હતું કે તે અગાઉ જેવું તાલિબાન નથી....
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે નદી નાળાઓ છલકાઇ ગયા હતાં.ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી...
મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ICC T20 વર્લ્ડ કપ 2021 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઓફ સ્પિનર આર...
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ...
રાજયમાં કોરોનાની સંભવિત 3જી લહરે શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે, જેના પગલે હાલ પૂરતી ધો-1થી 5 ની શાળાઓ શરૂ કરવા માટે...
બારડોલી: (Bardoli) આમ આદમી પાર્ટીની (Aam Admi Party) જનસંવેદના મુલાકાત અંતર્ગત કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઈસુદાન...
દુબઇ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ યુએઇમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અમદાવાદમાં વધુ 6 કેસ સાથે કુલ 17 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં 15 દર્દીઓ સાજા...
સાપુતારા: ડાંગ જિલ્લામાં (Dang District) સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીને જોડતા ત્રણથી વધુ કોઝવે અને ખાપરી નદીને જોડતા ત્રણ કોઝવે સવારનાં અરસામાં પાણીમાં...
આસામમાં બ્રહ્મપુત્રા (Brahmaputra) નદી પર ભયાનક બોટ અકસ્માત (accident)નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુસાફરોથી ભરેલી બે બોટ જોરહાટ જિલ્લાના નિમાટી ઘાટ પાસે...
દિલ્હી: (Delhi) ફરી એકવાર માનવતા માટે શરમજનક બાબત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી સિવિલ ડિફેન્સમાં (Civil Defense) કામ કરતી યુવતી...
કોરોના (corona)ની બીજી લહેર દરમિયાન મૃત્યુ (death)ના મામલે સુપ્રીમ કોર્ટે (supreme court) બુધવારે મહત્વની ટિપ્પણી (comment) કરી હતી. કોર્ટે મૌખિક રીતે કહ્યું...
નવી દિલ્હી: (Delhi) દેશમાં હવે મહિલાઓને (Women) પણ નેશનલ ડિફેન્સ એકેડમી (National Defense Academy) માં પ્રવેશ મળી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને...
કોરોનાવાયરસ (corona virus)ના અન્ય પ્રકારો (variant)ની તુલનામાં, ડેલ્ટા વેરિઅન્ટ (delta variant) શરીરમાં ઉત્પન્ન થતી એન્ટિબોડીઝ (antibody)ને ધોખામાં રાખવામાં સક્ષમ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ...
સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) કમલમ્ ખાતે ભાજપના (BJP) નેતાઓની હાજરીમાં ખેસ પહેરી પ્રવેશ લેનાર બિન્ની ગજેરા નામના સૌરાષ્ટ્રના કાર્યકરને મામલો વિવાદ થયો...
સુરત: (Surat) કોરોના મહામારી, આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા અન્ય ધાર્મિક તહેવારની ઉજવણી દરમ્યાન સુરતના નાગરિકોની જાન-માલની સુરક્ષાને ધ્યાને લઇ શરીર સંબંધી...
નવી દિલ્હી: પહેલી વાર ભાગ્યે જ કોઈએ માન્યું હશે કે શિખર ધવન (Shikhar Dhawan) અને આયેશા મુખર્જી (Ayesha mukharjee)ના છૂટાછેડા (divorce) ના...
સુરતઃ (Surat) કોરોનામાં થોડી ધીમી પડી ગયેલી મેટ્રો રેલ પ્રોજેકટની (Metro Rail Project) કામગીરી હવે સુરતમાં ફરી તેજ બની ગઈ છે. પ્રથમ...
લોક જનશક્તિ પાર્ટી (LJP) ના નેતા ચિરાગ પાસવાન (Chirag paswan) 12 સપ્ટેમ્બરે તેના પિતા અને દલિત નેતા રામવિલાસ પાસવાન (Ramvilas paswan)ની પ્રથમ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
હાલોલ: હાલોલ તાલુકા ના ઉજેતી ગામે આવેલ સનફાર્મા મેડીકેર લિમિટેડ કંપનીમાં કામ કરતા 33 વર્ષીય યુવાન વર્કરનું કંપનીની સીડીના પગથિયા પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું જેમાં બનાવવા અંગે હાલોલ રૂરલ પોલીસે એડી નોધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગરના ઉલ્લાસ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસીયા ગામે રહેતા જયેશભાઈ લીમસિંગભાઈ બીલવાળા ઉં.વર્ષ. 33 હાલોલ તાલુકાના ઉજેતી ગામે આવેલ સનફાર્મા મેડીકેર લિમિટેડ કંપનીમાં વર્કર તરીકે નોકરી કરતા હતા જેમાં બુધવારના રોજ તેઓ નિત્યક્રમ મુજબ કંપનીમાં કામ પર ગયા હતા જ્યાં સવારે પોણા આઠ વાગ્યાના સુમારે તેઓ કંપનીના પહેલા માળેથી સીડીના પગથીયા ઉતરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક જ તેઓનો પગ લપસતા તેઓ પગથિયા પર જઈ જોરદાર રીતે પટકાઈ જવા પામ્યા હતા.
જેમાં તેઓ પગથિયા પરથી પડી જતાં તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જેમાં તેઓને તાત્કાલિક કંપનીની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન રેફરલ હોસ્પિટલ ખાતે લઇ આવતી વખતે જ રસ્તા મા તેઓનું માથામાં ગંભીર ઇજાના કારણે કમકમાટીભર્યું મોત નીપજયું હતું જેમાં તેઓને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા હાલોલ રેફરલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે બનાવ અંગે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સનફાર્મા કંપનીમાં ૩૩ વર્ષીય વર્કર જયેશભાઇનું સીડી ના પગથીયા પરથી પડી જતા અકાળે મોત નિપજતા તેઓના પત્ની નર્મદાબેન અને પરિવારજનો સહિત ઓળખિતા ઈસમો હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેમાં કંપનીના સંચાલકો પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હોઇ તેઓના પત્ની નર્મદાબેને તેઓના પતિનું કંપનીમાં ફરજ દરમિયાન મોત થઈ હોવાને લઈને કંપનીના સંચાલકો પાસે તેના પતિના મોત અંગે નું વળતર મેળવવા અંગેની માંગણી કરી હતી જો કે કંપનીના સંચાલકોએ વળતરની બાબતને લઈ અસંમજમાં હોઈ તાત્કાલિક કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન આપતા અને આ બાબતે કંપનીના અધિકારીઓ સાથે સલાહ મસલત કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવતા એક તબક્કા માટે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
અને મૃતક જયેશભાઇના મૃતદેહને સ્વીકારવાનો ઈનકાર કરી કંપની દ્વારા પહેલા વળતર અંગેની યોગ્ય બાંહેધરી આપવામાં આવે તેવી માગણી કરી ઊહાપોહ મચાવતા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ઉત્તેજનાસભર દ્રશ્યો સર્જાયા હતા જેમાં બનાવ અંગેની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસ મથકના પી.આઇ એ.એન.તાવિયાડ રેફરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને તેઓએ પરિવારજનોને સાંત્વના પાઠવી શાંતિ જાળવવા અપીલ કરી મૃતક કંપનીમાં મૃત્યુ પામેલ હોય સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબનું ચોક્કસ વળતર મળશે તેવી બાહેધરી આપી મધ્યસ્થી કરતા અને કંપનીના સંચાલકોને પણ આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લઇ મૃતક નામ પત્નીને યોગ્ય વળતર આપવાની સમજાવટ કરતા મામલો થાળે પડયો હતો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી મૃતક જયેશભાઈ ના મૃતદેહઅંતિમ વિધિ કરવાની કામગીરી હાથ ધરી હતી