SURAT

સી.આર.પાટીલ અને રુપાણી માટે એલફેલ બોલનારનું ભાજપમાં સ્વાગત કરાતા નારાજગી

સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) કમલમ્ ખાતે ભાજપના (BJP) નેતાઓની હાજરીમાં ખેસ પહેરી પ્રવેશ લેનાર બિન્ની ગજેરા નામના સૌરાષ્ટ્રના કાર્યકરને મામલો વિવાદ થયો છે. કેમ કે, બીન્ની ગજેરાએ અગાઉ વિજય રૂપાણી (Vijay Rupani) અને સી.આર.પાટીલને (C R Patil) ગાળો આપતાં વિડીયો વાયરલ કર્યા હતા. બે દિવસ પહેલાં સુરતમાં કોંગ્રેસના અન્ય ભાષા-ભાષી સેલના પ્રમુખ રહી ચૂકેલા છગન મેવાડાને ભાજપમાં લેવાનો કાર્યક્રમ યોજાતાં પૂર્વ કોર્પોરેટરો તેમજ ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ મૂકી હતી. હવે બીન્ની ગજેરા મામલે વિરોધના સૂર ઉઠ્યા છે.

ગજેરાએ સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા અને સોમનાથથી યાત્રા શરૂ કરી તે બાબતે અગાઉ વિડીયો વાયરલ કર્યો હતો કે ગુજરાત સી.આર.પાટીલ કે વિજય રૂપાણીના બાપનું નથી. તેથી તેને ભાજપામાં લેવાતાં સુરતના ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો હતો. કતારગામ વિસ્તારના ભાજપના કાર્યકર બીપીન ગાયત્રીએ તેના વિશે પોસ્ટ મૂકયા બાદ ઘણા કાર્યકરોએ ખૂલીને આ રીતે વિવાદી લોકોને ભાજપમાં પ્રવેશ આપવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.


બિન્ની ગજેરા ગે હોવાના આક્ષેપોની કાર્યકરો દ્વારા ક્લિપ ફરતી કરાઈ

ભાજપના જ કાર્યકરો દ્વારા બિન્ની ગજેરા ગે હોવાના આક્ષેપો કરતી વિડીયો ક્લિપ પણ ફરતી કરવામાં આવી હતી. જેમાં બે યુવાનો એક ઓરડીમાં સજાતીય સંબંધો બાંધતા જોવા મળે છે. આ ક્લિપમાં એક બિન્ની હોવાનું કહેવાઈ રહહ્યું છે.

Most Popular

To Top