Gujarat Main

ડિસેમ્બર સુધી ધો-1થી 5ની શાળા ખોલવા માટે મંજૂરી નહીં

રાજયમાં કોરોનાની સંભવિત 3જી લહરે શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે, જેના પગલે હાલ પૂરતી ધો-1થી 5 ની શાળાઓ શરૂ કરવા માટે સરકાર મૂડમાં નથી.આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાના મુદ્દે ચર્ચા થવા પામી હતી.જો કોરોનાની સ્થિતિની પણ ચર્ચા થવા પામી હતી. જેના પગલે ડિસેમ્બર માસ સુધી શાળાઓ નહીં કરવા માટે ચર્ચા થઈ હતી. હાલમાં ઓનલાઈન સ્કૂલો જ ચાલુ રાખવા ચર્ચા થવા પામી હતી.

અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મંજૂરી નહીં
અંબાજી મંદિરના ભાદરવી પૂનમના મેળાને મંજૂરી નહીં આપવામાં આવે. કેબિનેટમાં થયેલી ચર્ચા મુજબ માઈ ભકત્તોની લાગણી ના દુભાય તે માટે દર્શનની વ્યવસ્થા કરાશે. ખાસ કરીને ભાદરવી પૂનમના મેળાના સમયગાળા દરમ્યાન મંદિર ખુલ્લું રાખવામાં આવનાર છે. મેળામાં લાખો માઈ ભકત્તો એકત્ર થતાં હોવાથી મેળાને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં અમદાવાદ – ગાંધીનગરમાં પગપાળા સંઘો અંબાજી તરફ જઈ રહ્યાં છે , એટલું જ નહીં ભકત્તો દર્શન કરીને પરત પણ જઈ રહ્યાં છે.

પાર્ટી પ્લોટ નહીં, શેરી ગરબાને શરતી મંજૂરી મળશે
આજે કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રાજય સરકાર દ્વ્રારા કોરોનાની 3જી લહેરને ધ્યાને રાખીને પાર્ટી પ્લોટ, જાહેર મેદાન કે કલબમાં નવરાત્રિ મહોત્સવની મંજૂરીની શકયતા નહીંવત છે. જો કે બેઠકમાં થયેલી ચર્ચા મુજબ શેરી ગરબાને છૂટછાટ આપવામાં આવનાર છે. મર્યાદીત સંખ્યામાં શેરી ગરબા રમી શકાશે. ડીજે તેમજ મ્યુઝિક ગ્રુપ દ્વારા મર્યાદીત ખૈલેયાઓની વચ્ચે સંગીત પીરસી શકશે. જો કે પાર્ટી પ્લોટના સંચાલકોને સદંતર મંજૂરી મળશે નહીં .

Most Popular

To Top