Charchapatra

ભાજપનું ઇમોશનલ બ્લેક મેઇલીંગ

તાજેતરમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિવેદન કર્યું કે ભારતમાં મુસ્લિમોની બહુમતી થશે તો કાયદા- કાનુન કોર્ટ બધુ ખત્મ થઇ જશે અને તાલિબાની રાજ આવશે. આ નિવેદનને ભાજપના નેતા સી.આર. પાટીલે પણ દોહરાવીને સમર્થન આપ્યુ છે. આ નિવેદનો બધી રીતે વહીવટમાં નિષ્ફળ નિવડેલી ભાજપને ફરી એકવાર ગુજરાતી હિંદુઓને ભડકાવી 2022મા ખુરશી જાળવી રાખવા કરાયા હોવાનુ લાગે છે. કેન્દ્રની વિવિધ એજન્સીઓએ કરેલા સર્વે મુજબ ગુજરાતમાં આ વખતે ભાજપ માટે કપરાં ચઢાણ છે. જેથી હિન્દુઓને તાલિબાન અને આઇ.એસ.નો કપોળ કલ્પીત ભય બતાવી ડરાવી ઇમોશ્નલ બ્લેક મેઇલીંગ દ્વારા ખુરશી પકડી રાખવા માંગે છે.

હિંદુઓએ જાણી લેવાની જરૂર છે કે આ 25 વર્ષથી ગુજરાતમાં રાજ કરતી ભાજપે અને કેન્દ્રમાં 7 વર્ષથી બેઠેલી ભાજપની કેહવાતી હિંદુત્વવાદી સરકારે ગરીબ હિંદુઓના ઉધ્ધાર માટે શું પગલાં ભર્યા? તમારા અણઘડ વહીવટ ઉપર હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ ફીટકાર વરસાવી રહી છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝામૂકી છે. કાયદો અને વ્યવસ્થા ખાઠડે ગયા છે. સામાન્ય માનવીની કોઇ સલામતી નથી. ગેરવહીવટથી થાકેલી પ્રજાહવે આપવાની નથી એ ખબર પડતા હવે પ્રજાને 50 વર્ષ પછીનો કાલ્પનિક મુસ્લિમ ભય બતાવી ભયભીત કરી મતદારોને ભ્રમિત કરી પોતાની જીત પાકી કરવા માંગે છે. ચૂંટણી સુધી આવા જાત જાતના નિવેદનો અને ગતકડાં ચાલુ રહેશે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top