Vadodara

ભાદરવાના પહેલાં દિવસે જ મેઘરાજાની પધરામણી

વડોદરા : સવારથી જ મેઘરાજા વરસ્યા હતા. રાજ્યમાં ફરી ચોમાસુ બેસતા છેલ્લા કેટલાક દિવસથી પડતી આકરી ગરમી અને ઉકળાટમાં થી પણ લોકોને રાહત મળી હતી અને ખેડૂતોમાં ખુશી ની લાગણી જોવા મળી હતી .શહેર ના નીચાણવાળા રાવપુરા,અલકાપુરી, ગાજરવાડી, ડાડીયાબજાર સહિત વિસ્તારોમાં પાણી ભરાઇ જતા પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. હવામાન વિભાગે વરસાદની આગાહી સાચી પડી હતી.શહેરમાં ભાદરવાના પહેલા દિવસે સાર્વત્રિક મેઘમહેર થતા સંકટના વાદળો વિખેરાઇ તેવી આશા બંધાઈ છે. થોડા દિવસ થી મેઘરાજા વરસે છે થોડી ક્ષણો માટે રસ્તા ભીના કરીને પાછા બંધ થઈ જાય છે.  સવાર થી વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી મેઘરાજા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યા હતા જોકે મોડી સાંજે મેઘરાજા ફરી વખત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જોકે રસ્તા ઉપર પાણી ભરાઇ જતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂરતો વરસાદ વરસ્યો હતો અને શહેરમાં ઠંડક પ્રસરતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ થોડીક જ ક્ષણોમાં વરસાદ બંધ થઇ ગયો હતો. શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top