Vadodara

બરોડા ડેરીમાં આખરે ભેળસેળીયું સમાધાન, અભી બોલા અભી ફોક

          વડોદરા : વડોદરાજિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી ઉપર ભ્રષ્ટાચારના વહીવટ ઉપર  આક્ષેપો મુકનાર અને સાવલીના ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન વચ્ચે શાબ્દિક યુધ્ધ શરૂ થયું હતું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરી માં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી ડેરીના ચેરમેન દિનેશ પટેલ ની દુખતી નસ પર હાથ મુક્યો હતો .મામલો વધુ ઉગ્ર બને  અને જિલ્લામાં ભાજપાની છબી ખરડે તે પહેલાં બે કદાવર નેતા વચ્ચે સમાધાન થઇ જતાં બરોડા ડેરી દૂધ થી ધોવાયેલી મળી. બરોડા ડેરી ઉપર સાવલીના ભાજપાનાજ ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો મુકતા જિલ્લા સહકારી ક્ષેત્રે અને જિલ્લા ભાજપામાં ખળભળાટ મચી ગયો હતો.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી ડેરીના ચેરમેન દિનેશ પટેલ ની દુખતી નસ પર હાથ મુક્યો હતો જોકે બે દિવસ પહેલા ડેરી નું સંચાલન મંડળ સાચો હોવાનો હુંકાર કર્યો હતો અને ડેરીમાં તપાસ કરાવવા માટે ઓપન ચેલેન્જ કરી હતી. બરોડા ડેરીના મુદ્દે દિવસે-દિવસે મામલો ઉગ્ર બનતા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ કેતન ઇનામદાર અને દિનેશ પટેલ (દીનુ મામા)ની પોતાના બંગલા ઉપર બેઠક બોલાવી હતી. અને બંને નેતાઓનું સન્માન જળવાઇ રહે તેવી સમાધાન ફોર્મ્યુલા બનાવી હતી.

24 કલાકનું રાજકીય સમાધાન પશુપાલક અને દૂધ મંડળીના સભ્યો માટે ઘાતક
દિનેશ પટેલે સ્વીકાર્યુ હતું કે તેઓ પશુપાલકોના હિતની ચિંતા કરીશું, કેતન ઇનામદારે રજૂ કરેલા 14 મુદ્દાઓ મામલે તપાસ પણ કરવાની તેમણે બાંહેધરી આપી હતી. ફરિયાદનું નિરાકરણ થશે એટલે દિનેશ પટેલે સ્વીકાર્યુ કે ગેરરીતિમાં એકે ને છોડવામાં નહીં આવે એનો મતલબ કે બરોડા ડેરીમાં કંઈ ખોટું તો થાય છે. આ વાત દિનુમામા સ્વીકારે છે. કેતન ઇનામદાર અને દિનુમામા બંને કદાવર નેતા છે કેતન ઇનામદારે 14 મુદ્દા ખોટા છે એમ બંને ભેગા થઈને જાહેર કોઈ નક્કી કર્યું કે મારે સમજ ફેર થઈ છે. કેતન ઇનામદાર સાચા છે અને દિનેશ પટેલ એ પણ સાચા છે એમ કહીને સભાસદો અને પશુપાલકો ને ગુમરાહ કરી રહ્યા છે. રાજકારણીઓ કોઈના થયા નથી કે કોઈ ના થવાના નથી આ લોકો પ્રજા ને બેવકૂફ સમજે છે. ડેરીના સમસ્યા હોય કે પશુપાલન હોય તેમની સમસ્યા ઠેરની ઠેર છે. બે કદાવર નેતા ભેગા થઈ જાય ત્યારે સમજી લેવાનું કે ડેરીનું સત્યાનાશ થઈ ગયું. હવે કશું બાકી નહીં રહે જે સાચી ફરિયાદ કરનાર કેતન ઇનામદાર હતો એ ખુલ્લો પડી ગયો અને જેને ખોટું કર્યું હતું એ દિનેશ પટેલ પણ ખુલ્લો પડી ગયો. કેતન ઇનામદારે કરેલા આક્ષેપો બાદ ૪૮ કલાકમાં સમાધાન થાય એ સભાસદો અને પશુપાલકો માટે ઘાતક બની શકે. બંને કદાવર નેતા છે કે વર્ષોનો અનુભવ છે કોની સામે આક્ષેપ કરવો કરતા પહેલા કેટલું તથ્ય છે .અને આ આક્ષેપ કર્યા બાદ જ ૨૪ કલાકમાં જ ફરી જવું.આ રાજકીય સમાધાન થયું જે સમાધાન શંકા ઉપજાવે છે. કેતન ઇનામદારે ઈમાનદારીથી સમાધાન નહીં કયું. આ એક ચોક્કસ હેતુ પૂરું કરવા આક્ષેપ કરવા આવ્યો હતો હેતુ પાર પડતાં ડેરી ચોખ્ખી થઈ ગઈ આક્ષેપો પાછા ખેંચાઇ ગયા. 24 કલાકમાં બે કદાવર નેતા સાથે મળ્યા ડેરી દૂધ થી ધોવાયેલી મળી.સભાસદો અને પશુપાલકોને કાળા ચશ્મા પહેરાયા.

જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ (દીનુ મામા) હાજર રહ્યા હતા.જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, સાંસદ રંજનબહેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. દિનેશ પટેલ આજે ઠંડા પડેલા દેખાતા હતા. દિનેશ પટેલે ધારાસભ્ય કેતન ઇનામદાર રજૂ કરેલા 14 મુદ્દા બાબતે ખુલીને બોલ્યા નથી. પણ મોવડીઓની સમાધાન ફોર્મ્યુલાને માન્ય રાખી. ભેળસેળિયું સમાધાન માટે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. 

24 કલાકનું રાજકીય સમાધાન પશુપાલક અને દૂધ મંડળીના સભ્યો માટે ઘાતક

દિનેશ પટેલે સ્વીકાર્યુ હતું કે તેઓ પશુપાલકોના હિતની ચિંતા કરીશું, કેતન ઇનામદારે રજૂ કરેલા 14 મુદ્દાઓ મામલે તપાસ પણ કરવાની તેમણે બાંહેધરી આપી હતી. ફરિયાદનું નિરાકરણ થશે એટલે દિનેશ પટેલે સ્વીકાર્યુ કે ગેરરીતિમાં એકે ને છોડવામાં નહીં આવે એનો મતલબ કે બરોડા ડેરીમાં કંઈ ખોટું તો થાય છે. આ વાત દિનુમામા સ્વીકારે છે. કેતન ઇનામદાર અને દિનુમામા બંને કદાવર નેતા છે કેતન ઇનામદારે 14 મુદ્દા ખોટા છે એમ બંને ભેગા થઈને જાહેર કોઈ નક્કી કર્યું કે મારે સમજ ફેર થઈ છે. કેતન ઇનામદાર સાચા છે અને દિનેશ પટેલ એ પણ સાચા છે એમ કહીને સભાસદો અને પશુપાલકો ને ગુમરાહ કરી રહ્યા છે. રાજકારણીઓ કોઈના થયા નથી કે કોઈ ના થવાના નથી આ લોકો પ્રજા ને બેવકૂફ સમજે છે. ડેરીના સમસ્યા હોય કે પશુપાલન હોય તેમની સમસ્યા ઠેરની ઠેર છે. બે કદાવર નેતા ભેગા થઈ જાય ત્યારે સમજી લેવાનું કે ડેરીનું સત્યાનાશ થઈ ગયું. હવે કશું બાકી નહીં રહે જે સાચી ફરિયાદ કરનાર કેતન ઇનામદાર હતો એ ખુલ્લો પડી ગયો અને જેને ખોટું કર્યું હતું એ દિનેશ પટેલ પણ ખુલ્લો પડી ગયો. કેતન ઇનામદારે કરેલા આક્ષેપો બાદ ૪૮ કલાકમાં સમાધાન થાય એ સભાસદો અને પશુપાલકો માટે ઘાતક બની શકે. બંને કદાવર નેતા છે કે વર્ષોનો અનુભવ છે કોની સામે આક્ષેપ કરવો કરતા પહેલા કેટલું તથ્ય છે .અને આ આક્ષેપ કર્યા બાદ જ ૨૪ કલાકમાં જ ફરી જવું.આ રાજકીય સમાધાન થયું જે સમાધાન શંકા ઉપજાવે છે. કેતન ઇનામદારે ઈમાનદારીથી સમાધાન નહીં કયું. આ એક ચોક્કસ હેતુ પૂરું કરવા આક્ષેપ કરવા આવ્યો હતો હેતુ પાર પડતાં ડેરી ચોખ્ખી થઈ ગઈ આક્ષેપો પાછા ખેંચાઇ ગયા. 24 કલાકમાં બે કદાવર નેતા સાથે મળ્યા ડેરી દૂધ થી ધોવાયેલી મળી.સભાસદો અને પશુપાલકોને કાળા ચશ્મા પહેરાયા.

Most Popular

To Top