Gujarat

ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે 3જી ઓક્ટોબરના રોજ મતદાન

કોરોનાની બીજી લહેરના પગલે અગાઉ 19મી માર્ચના રોજ જાહેર થયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી 10મી માર્ચના રોજ મુલતવી રાખવામાં આવી હતી. હવે રાજયમાં કોરોનાના કેસો 20થી પણ નીચે ઉતરી જતાં રાજય ચૂંટણી આયોગ દ્વારા આજે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહોર કર્યો છે. ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે આ ચૂંટણીમાં સીધી ટક્કર રહેશે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર પછી આ પેહલી વખતે ચૂંટણી યોજાઈ રહી છે.

અગાઉ ચૂંટણી જાહેર થઈ તે વખતે વોર્ડ નં-8માં બસપા અને વોર્ડ-9માં આપ પાર્ટીના ઉમેદવારનું મૃત્યું થયું હતું., એટલે આ બે બેઠકો પર આ બંને પાર્ટીના નવા ઉમેદવારો 18મી સપ્ટે.સુધીમાં ઉમેદવારી કરી શકશે.તે સિવાય ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો યથાવત રહેશે.
રાજય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે કહયું હતું કે આજ સાંજથી ગાંધીનગર મનપા માટે આચાર સંહિતનો અમલ શરૂ થઈ જવા પામ્યો છે.
ગાંધીનગર મનપામાં 44 બેઠકો માટે 282054 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જયારે ગાંધીનગર મનપા વિસ્તારમાં 284 મતાદન મથકો આવેલા છે , જે પૈકી 129 મતાદન મથકો સંવેદનશીલ અને 6 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયેલા છે.રાજય ચૂંટણી આયોગના સેક્રેટરી જી સી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ગાંધીનગર મનપાની ચૂંટણી ઉપરાંત અમદાવાદ અને જુનાગઢ મનપાની 3 બેઠકોની પેટા ચૂંટણી થરા, ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, નગરપાલિકાઓની 45 બેઠકોની પેટા ચૂંટણી , જિલ્લા પંચાયતોની 8 બેઠકોની પેટા ચૂંટણી તાલુકા પંચાયતોની 48 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ 3જી ઓકટો.ના રોજ રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. જયારે મત ગણતરી તા.5મી ઓક્ટોબરના રોજ યોજાનાર છે.

Most Popular

To Top