Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકી ગુમ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા થતાં જન્માષ્ટમીના દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. મહિલા તથા બાળકીની તબિયત તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું. દરમિયાન રાત્રીના સમયે એક દિવસની નવજાત બાળકી માતા પાસે નહીં હોવાથી તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે ક્યાંય નહીં મળતાં પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે એક દિવસની બાળકીનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ક્લોઝ સર્કિટ કેમેરા તેમજ હોસ્પિટલના કર્મચારીઓની પૂછપરછ – નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે જાતજાતની અટકળો તેમજ તર્કવિતર્ક વહેતાં થયાં છે.

To Top