Vadodara

રસી લેવા જતી મહિલાને ભાજપના કાર્યકરે ધક્કો મારતા પગ માં ઇજા

વડોદરા: શહેરના દોડીયાબજાર મધ્યવર્તી સ્કૂલ માં સિનિયર સિટીઝન મહિલા વેક્સિન મૂકવા કલાકો સુધી ઉભા રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે પછી લાઈન માં ઉભા  હોય તે લોકોને વેકસીન મૂકવા અંદર લઈ જતા હતા તેનો વિરોધ મહિલા ના પિત એ કરતા ભાજપ ના કાર્યકરે તેમની સાથે ધક્કા મૂકી કરી રહ્યા હતા. ત્યારે મહિલા ધક્કો વાગતા તે ને પગમાં ઇજા થઇ હતી.સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાય હતા. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં મધ્યવર્તી સ્કૂલમાં એક મહિલા સવારના 9:૩૦ કલાકથી માટે લાઈનમાં ઊભા રહ્યા હતા કલાકો સુધી તેમનો નંબર આવ્યો ન હતો ત્યારે થોડી ક્ષણો પહેલાં લાઈનમાં આવ્યા હોય તેવા અને વેક્સિનેશન માટે અંદર લઈ જવામાં આવતા મહિલાના પતિ મધુસુદન પરદેશી તેનો વિરોધ કર્યો હતો. ત્યારે ભાજપ ના કાર્યકર  દ્વારા મહિલાના પતિ સાથે ધક્કામુકી કરવામાં આવી હતી તે ધક્કામુક્કીમાં મહિલાના ધક્કો વાગતા પગમાં ઇજા પહોંચી હતી.

ભાજપા કાર્યકર શીલ ગાયકવાડ રસીમાં મનમાની ચલાવે છે

મહિલાના પતિ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મધ્યવર્તી સ્કૂલ માં વેકસીનનો ડોઝ માટે ભાજપના કાર્યકર્તાઓ વ્હાલા દવલાની નીતિ કરે છે .જે લોકો કલાકો થી ઉભા હોય તે લોકોને વેકેસીન માટે બોલાવવામાં આવતા નથી પરંતુ થોડાક મિનિટ પહેલા ઉભા હોય તે લોકોને વેક્સિનેશન માટે અંદર બોલાવવામાં આવે છે. તેનો અમે વિરોધ કરતા ભાજપના કાર્યકર શીલ ગાયકવાડ પોતાની મનમાની કરી છે તેને ધક્કામુક્કીમાં મારા પત્નીને ધક્કો વાગતા પગમાં ઇજા પહોંચી હતી. ભાજપના કાર્યકર્તાની મનમાનીના કારણે આમ જનતાને કલાકો સુધી ઉભા રહેવાનો વારો આવે છે.

Most Popular

To Top